દિલ્હી-

કેરળમાં કોવિડ -19 ની પરીસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 16 ઓગસ્ટના રોજ દક્ષિણના રાજ્યની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવિયા 17 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠક યોજવા માટે આસામના ગુવાહાટીમાં પણ જઈ શકે છે. દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. ત્યારે કેરળ અને આસામમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા મુલાકાત લેવા જઈ રહ્યા છે. અને વધતાં કેસોને લઈને એક સમીક્ષા બેઠક પણ યોજવાના છે. આ દરમ્યાન માંડવીયા આ રાજયોના આરોગ્યમંત્રીઓને પણ મળશે. મનસુખ માંડવીયા કેરળના મુખ્યમંત્રી પીતરાઈ વીજયનને પણ અને પરીસ્થિતિનો તાગ મેળવશે. આ દરમ્યાન તેઓ અહી આરોગ્ય મંત્રી વીણા જોર્જ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.આરોગ્ય મંત્રી રાષ્ટ્રીય મહામારી નિયંત્રણ કેન્દ્રના નિર્દેશક અને આરોગ્ય અધિકારીઓ સાથે કેરળ પહોંચશે. કેરળમાં કોરોનાના 20,452 નવા કેસ નોંધાયા છે.