ઉદયપુર-

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના એક ગામના ખેડૂતને વિજળીના વપરાશ પેટે જે રકમનો બિલ મળ્યો હતો તેને જાેઇ એના હોશ ઉડી ગયા હતા. માત્ર બે મહિનાના રૂપિયા 3.71 કરોડ ભરવાના હોવાથી ખેડૂત પેમરામ ગભરાઇ ગયો હતો. તપાસ કરતાં ખબર પડી કે મીટર રીડીંગ અને તેમના અસલ બિલમાં લખવામાં આવેલી રકમમમા મોટો તફાવત હતો. 22 ઓગસ્ટે બિલ મોકલવામાં આવ્યો હતો અને ચૂકવણું કરવાની અતિમ તારીખ 3 સપ્ટેબર હતી. પરંતુ જ્યારે એણે રકમ જાેઇ તો ગભરાઇ ગયો હતો.

તરત જ રાજસ્થાન સરકાર દ્વારા સંચાલીત ઇ-મિત્ર કેન્દ્રે દોડી ગયો હતો. ઉદયપુર જિલ્લાના ગીંગલા ગામમાં રહેતા 22 વર્ષના પેમરામ પટેલ બિલની રકમ જાેઇ પહેલા તો હેબતાઇ ગયો હતો. એણે જે દુકાન ભાડે આપી હતી ત્યાં ઓટો ગેરેજ ચાલે છે. વિજળી કંપનીએ મોકલેલું બિલ આ દુકાનનો હતો. દુકાનમાં વીજળી જાેડાણ અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિ. પાસેથી લીધું હતો.

હું ઇ-મિત્રમાં ગયો ત્યારે જ મને જાણ થઇ કે આ બિલની રકમ તો ખુબ જ તોતિંગ હતી. ખબર પડી હતી કે આ તો પ્રિન્ટીંગ મિસ્ટીક હતી, ખરેખર મારે માત્ર 6414 રૂપિયા જ ભરવાના હતા જે મેં ઇ-મિત્ર મારફતે ભરી દીધા હતા. વીજળી કંપનીના અધિકારીએ કહ્યુ હતું કે મીટર રીડીંગનો રેકોર્ડ રાખનાર ઓપરેટરે ભુલથી અન્ય કી દબાઇ દીધી હશે.’ તરત જ એમાં સુધારો કરી દેવામાં આવ્યો હતો અને ખેડૂતને નવો બિલ અપાયું હતું ‘એમ એન્જીનીયર ગીરીશ જાેશીએ આજે કહ્યું હતું.