બ્રિસ્બેન-

ટીમ ઈન્ડિયાને બ્રિસ્બેનની જે હોટલમાં ઉતારો અપાયો છે, એ હોટલ કરતાં જેલ વધુ લાગે એમ છે. કોવિડ-19ના પ્રોટોકોલને પગલે ટીમ ઈન્ડિયાને અહીંના ગબ્બા સ્ટેડિયમ ખાતેની મેચ પહેલાં ટ્રેનિંગ અને મેચ પ્રેક્ટિસ માટેની સુવિધાઓ તો પૂરી પડાઈ છે, પણ અહીં તેમને જે હોટલમાં ઉતારો અપાયો છે, ત્યાં તદ્દન હલકી કક્ષાની સુવિધાઓ છે.

અહીંના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, આ હોટલમાં ભારતીય ટીમને તદ્દન રેઢિયાળ કક્ષાની સુવિધાઓ મળી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે હાઉસ કિપિંગ અને રૂમ સર્વિસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જીમ તદ્દન સામાન્ય કક્ષાનું છે અને તે ક્રિકેટના આંતરરાષ્ટ્રીય સ્તરને મેચ થતું નથી. ત્યાં સુધી કે અહીંની હોટલમાં ઉતરનારા લોકોએ જાતે જ બેડીંગ કરવાનું છે કે ટોયલેટ સુદ્ધાં જાતે સાફ કરવાના છે. અહીં જે ઉતરે તેને પોતાના ફ્લોર પરથી બહાર જવા દેવાતા નથી. તેમને નજીકના ભારતીય રેસ્ટોરન્ટમાંથી ફૂડ પીરસાય છે અને તે પણ તેમના ફ્લોર પર જ આપી દેવાય છે.