/
સીબીએસઈ બોર્ડની પરીક્ષા જાહેર, આ રીતે ડેટશીટ ડાઉનલોડ કરજો

નવી દિલ્હી-

સીબીએસઈએ દેશભરના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. પરીક્ષાઓ તારીખ ૪ મેથી શરુ થશે. આ તમામ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ મેળવી શકશે. બોર્ડે આ માટે પીડીએફ ફોર્મેટમાં ૨૦૨૧ની પરીક્ષાઓનો કાર્યક્રમ તૈયાર પણ કર્યો છે. આરંભે વર્ષ ૨૦૨૧ની પરીક્ષાઓના વિગતવાર કાર્યક્રમની શીટ સીબીએસઈના રમેશ પોખરીયાલના ટિ્‌વટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવશે. ધોરણ ૧૦ની પરીક્ષાઓ ૭મી જૂને જ્યારે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ૧૧મી જૂને પૂરી થશે. સીબીએસઈની ડેટશીટમાં આવનારી બોર્ડની પરીક્ષાઓની તારીખ, સમય સહિતની વિગતો પણ આપવામાં આવી છે. આ પ્રકારની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગયા વર્ષે આ પરીક્ષાઓ ૧૫મી ફેબ્રુઆરીથી શરુ થઈ ગઈ હતી, એ જાેતાં આ વર્ષે આ પરીક્ષાઓમાં અઢી મહિનાનો વિલંબ થયો છે.

 ડેટશીટ આ રીતે ડાઉનલોડ કરજો

- સૌપ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in  પર જાવ

- અહીં અપડેટ સેક્શનમાં ડેટશીટની લીંક પર ક્લિક કરો

- તમારું ધોરણ સિલેક્ટ કરો

- ત્યારબાદ ડેટશીટની પીડીએફ ડાઉનલોડ કરી શકશો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution