અમદાવાદ-

કોરોના વૈશ્વિક મહામારીને પગલે રાજ્યભરમાં ગત માર્ચ માસથી બંધ થયેલી શાળા- કોલેજો ગયા સોમવારથી ફરી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની 11 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન યાને સીબીએસઈ સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજોએ 11 જાન્યુઆરીએ શરૂ ન કરતા આજથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, પરીણામે આવી શાળાઓ આજથી શરૂ થઈ છે. 

સીબીએસસીની કેટલીક શાળાઓ અને કોલેજો આજથી ઓફલાઈન શરૂ થશે. સેન્ટ્રલ બોર્ડની રાજ્ય તેમજ  અમદાવાદની શાળાના મેનેજમેન્ટ અને આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગની શાળાઓએ 11 જાન્યુઆરીએ નહીં પરંતુ 18 જાન્યુઆરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં જોવા મળી હતી. તો વળી કેટલીક કોલેજોની પરીક્ષા ચાલતી હોવાથી 11 જાન્યુઆરીએ વર્ગો શરૂ કરી શકાયા ન હતા. તેથી 11 જાન્યુઆરીએ શરૂ ના થયેલી શાળાઓ અને કોલેજો આજથી શરૂ થશે. 

શાળાઓમાં ધોરણ 10 અને 12ના વર્ગો તેમજ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાઓના અંતિમ વર્ષના વર્ગ શરૂ કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે માર્ચ 2020 બાદ ફરી શાળાઓના વર્ગોમાં અભ્યાસ શરૂ કરાયો છે. સ્ફુલ અને કોલેજોને ઓફલાઈન સાથે ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રાખવા આદેશ કરાયો છે.  નવી ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થી સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ માટે આવે તેણે તેના વાલીનું સંમતિપત્ર જમા કરાવવાનું ફરજીયાત રહેશે, એટલું જ નહીં પણ શૈક્ષણિક સંકુલમાં પણ નિયમોનું પાલન કરવાનું રહેશે.