મહેસાણા-

રાજ્યમાં સોમવારનો દિવસ જાણે વિરોધ દિવસ સાબિત થઇ રહ્યો છે. સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. તો બીજી તરફ ૪૨૦૦ની જગ્યાએ ૪૪૦૦ ગ્રેડ-પેની માગ સાથે એચટીએટી આચાર્યો આંદોલન પર ઉતર્યા છે. એલઆરડી ભરતી આંદોલન મુદ્દે ઉમેદવારો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. મંજૂરી વિના સેન્ટ્રલ વિસ્ટામાં ઉમેદવારો એકઠા થયા હતા. પાટણની હેમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા લેવાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જ્યારે દિલ્હીમાં કૃષિ કાયદો નાબૂદ કરવાની માગ સાથે ખેડૂતો અનશન પર ઉતર્યા છે.

ગુજરાતમાં આજે વિરોધ વચ્ચે પ્રદર્શન જાેવા મળ્યા છે. ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર છે. રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટર્સ રૂ.૨૦,૦૦૦ સ્ટાઇપેન્ડની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. એચટીએટી હિતરક્ષક સમિતિ દ્વારા ગાંધી આશ્રમ ખાતે ૧૦ હજારથી વધુ એચટીએટી આચાર્યોનું આંદોલન પર ઉતર્યા છે. ૪૨૦૦ની જગ્યાએ ૪૪૦૦ ગ્રેડ પે લાગુ કરવા માગ સાથે વિરોધ કર્યો છે. એલઆરડી ભરતી આંદોલન ઉમેદવારો સામે ગાંધીનગર પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. મંજૂરી વગર સેન્ટ્રલ વિસ્ટામાં ઉમેદવારો એકઠા થયા હતા.

એચટીએટી હિત રક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપ્યા બાદ માંગણીઓ હલ ના થતા એચટીએટી આચાર્યો ધરણા કાર્યક્રમના માર્ગે વળ્યા છે. પરંતુ ધરણા કરે તે પહેલા ગાંધી આશ્રમ પાસેથી પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓની અટકાયત કરાઈ છે. પોતાના પડતર પ્રશ્નો હલ ના થતા રંટ્ઠં આચાર્યો આંદોલનના માર્ગે આવ્યા છે. ૨૫૦ વિધાર્થીએ એક રંટ્ઠરની નિમણૂક સામે ૧૫૦ વિધાર્થીઓ સંખ્યા કરવા રંટ્ઠં હિત રક્ષક સંઘનું આંદોલન આપ્યું છે.