ગાંધીનગર-

છેલ્લા કેટલાક સમયથી શાળા-કૉલેજ શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ પહેલા સરકારે પણ એવા એંધાણ આપ્યા હતા કે, દિવાળી બાદ શાળા કૉલેજ શરૂ થઈ શકે છે. દિવાળી બાદ શાળા શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે એક SOP તૈયાર કરી લીધી છે. દિવાળી પછી શાળાના ક્યા ધોરણ શરૂ થશે, શું સાવચેતી રાખવાની રહેશે જેવા અનેક મુદ્દાઓ આ SOPમાં આવરી લેવામાં આવ્યા છે. દિવાળી બાદ શાળા શરૂ કરવા SOP તૈયાર કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ અંગે શિક્ષણમંત્રીએ મિટિંગ કરી લીધી છે. સંક્રમણથી સાવચેતી રાખવાનો SOPમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- સંક્રમણથી સાવચેતી રાખવાનો SOPમાં ઉલ્લેખ 

- આરોગ્ય વિભાગ સાથે વાતચીત ચાલું છે. 

- મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. 

- દિવાળીના તહેવાર નિમિતે રાજ્યમાં દર વર્ષે જે વેકેશન હોય છે એ વેકેશન ચાલી રહ્યું છે વેકેશન બાદ શાળા-કૉલેજ ચાલું કરવાનો નિર્ણય થશે એનો અમલ થશે 

- સમયસર શિક્ષણમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે. 

- જ્યાં શાળા ખુલી છે ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની વચ્ચે કોઈ સંક્રમણ ફેલાયું છે કે નહીં ત્યાંની સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર થશે. 

- શાળા ખોલાવ માટેનો નિર્ણય દિવાળી બાદ લેવાશે. 

- તા.18ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થશે 

- SOPમાં સુધારા વધારાની કામગીરી પૂરી થઈ ગઈ છે. 

- જે રાજ્યમાં શાળા ખુલી છે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ કે શિક્ષકોને સંક્રમણ લાગ્યું છે એનો ખાસ ઉલ્લેખ છે. 

- આરોગ્ય વિભાગના તબીબો કહે છે કે, શાળા-કૉલેજ ખોલવા માટે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. 

- અંતિમ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાશે. 

- આ SOPમાં કેટલા વિદ્યાર્થીઓને કેવી રીતે અને ક્યા સમયે બોલાવવા એ મુખ્ય રહેશે 

- સવાર અને બપોરની પાળી અલગ અલગ કરવી અને એમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા એ અંગે સ્પષ્ટતા થશે. 

-અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરેલો છે. એટલે અભ્યાસ કેવી રીતે શરૂ થશે એની પણ ચોખવટ થશે. 

- પરીક્ષા સંદર્ભે પણ અલગથી ચર્ચા થશે. 

- કૉલેજ માટે પણ અલગથી ગાઈડલાઈન્સ જાહેર થાય એવી શક્યતાઓ છે.