ગાંધીનગર-

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઈના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતી કાલે આવી જશે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરીણામ ઓનલાઈન વેબસાઈટ પરથી જોઈ શકાશે.