અમદાવાદ-

વિજયનગરના ચંદવાસાના પોસ્ટમેનનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સમયસર ઇન્ટરવ્યૂ લેટર ના મળતાં છાત્રાને સરકારી નોકરી ગુમાવવનો વારો આવ્યાની લેખિત ફરિયાદ વિજયનગર પોસ્ટ માસ્તરને કરી છે. સાથે વધુમાં આક્ષેપ કરાયા છે કે પોસ્ટમેન સમયસર ટપાલ નથી પહોંચાડતો, રજિસ્ટર હોય તો ખોટી સહી કરી કોઈ હાજર નથી લખી પરત કરે છે. ચંદવાસાના કાવજીભાઈ પુનાજી ચોળાવીયાએ વિજયનગર પોસ્ટમાસ્તર ને લખેલા પત્ર અનુસાર ચંદવાસાના ભીમાજી સિંગાજી સંગાથ ચંદવાસા પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે.

જેણે કાવજીભાઈની દિકરી રોશનાબેનનો તા. ૧૨-૧૧-૨૦૨૦ના રોજનો ઇન્ટરવ્યૂ લેટર કાવજીભાઈને ૨૩-૧૧-૨૦૨૦ના રોજ આપતાં રોશનાબેન ઇન્ટરવ્યૂ તારીખે સમયસર ન પહોચી શકતાં શિક્ષકની સરકારી નોકરીથી વંચિત રહેતા કાવજીભાઈએ તપાસ કરતા રોશનાબેનનો નો ઇન્ટરવ્યૂ લેટર વિજયનગર પોસ્ટ ઓફિસમાંથી તા. ૦૫-૧૧-૨૦૨૦ના રોજ રવાના કરાયો હતો. જે પોસ્ટમેન ભીમાજીની બેદરકારી ને કારણે સમયસર નહીં મળ્યાનું જાણવા મળતાં કાવજીભાઈએ વિજયનગર પોસ્ટમાસ્તરને લેખિત ફરિયાદ કરી હતી. પોસ્ટમેનના કારણે છાત્રાએ નોકરી ગુમાવ્યાનું જણાવ્યું છે. આ અંગે વિજયનગર પોસ્ટમાસ્તર પીઆર સાડાતે જણાવ્યું કે ચંદવાસા પોસ્ટમેનની બેદરકારી અંગે કાર્યવાહી કરવાની સત્તા પોતાના અધિકાર ક્ષેત્ર ની નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભીમાજી સંગાથની ફરિયાદ બાબતે વડી કચેરીને જાણ કરી છે.