પાટણ -

હેમ.ઉ.ગુ.યુનિવર્સીટી દ્વારા લેવામાં આવનાર ઓક્ટો - ડિસેમ્બરની પરીક્ષામાં બી.એ, બી.કોમ અને એમએસસીઆઈટી જેવા કેટલાક સેમિસ્ટરની જ ઓફલાઇન પરીક્ષા લેવામાં આવનાર હોઈ છાત્રો દ્વારા વધતા કોરોનાના કેસોને લઇ સુરક્ષાના ભાગ રૂપે ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. યુનિવર્સીટી દ્વારા કોરોના મહામારીને લઇ પ્રથમવાર ઓફલાઈનની સાથે ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લઇ પરીક્ષાઓ બે ભાગમાં વહેંચીને લેવામાં આવી રહી છે. ત્યારે માર્ચની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે દિવાળી પર લેવામાં આવતી ઓક્ટો-ડિસેમ્બરની પરીક્ષાઓમાં યુનિવર્સીટી દ્વારા બી.એ અને બી.કોમમાં સૌથી વધુ સંખ્યા હોઈ ઉપરાંત એમએસસીઆઈટી જેવા અભ્યાસક્રમની પરીક્ષાઓમાં કેટલાક સેમિસ્ટરોની પરીક્ષા ઓનલાઇન અન્ય સેમિસ્ટરોની ઓફલાઈન એ રીતે લેવામાં આવનાર હોઈ બી.એ સેમ અને બી.કોમ સેમ 5 તેમ એસએમસીઆઈટી સેમ 3ના છાત્રોની ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર હોઈ હાલમાં વધતા કેસોને લઇ સંક્રમિત થવાનો ભય ઉપરાંત કોલેજો બંધ હોઈ બધા છાત્રો ઘરે ફક્ત પરીક્ષા માટે જ કોલેજોમાં આવવાની ફરજ પડશે ઉપરાંત તેમને રહેવા અને ખાવાની મુશ્કેલીઓ ઉભી થશે જેથી તેમની પરીક્ષાઓ પણ ઓફલાઈનના બદલે ઓનલાઇન જ લેવામાં આવે તેવી માંગ સાથે કુલપતિને રજૂઆત કરવામાં આવતા બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે તેવી હૈયાધારણા સાથે પરીક્ષા વિભાગને જાણ કરાઈ હોઈ વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે.