અમદાવાદ-

હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી અંગે આખરી ફેંસલો આવી ગયો છે અને નામદાર કોર્ટ દ્વારા પરીક્ષા લેવા મામલે આખરી ફેંસલો આપતા પરીક્ષા લેવાશે.ગુજરાત હાઈકોર્ટે આજે આ PIL ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈની સરખામણી કરવી જરૂરી નથી. પરી લેવાવી જોઈએ. હાઈકોર્ટે આ જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, આપણે એજ્યુકેશનનું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં.

જ્યારે અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, કોલેજમાં એડમિશન ચાલુ થઈ ગયા છે. રિપીટર્સની પરીક્ષા લેવાય તો એડમિશન ક્યારે મળશે. કોરોના સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે? કારણ કે વિદ્યાર્થીઓને વેક્સિન પણ મળી નથી. ત્યારબાદ હાઇકોર્ટે અરજદારની દલીલો સાંભળીને કહ્યું કોઈની સરખામણી કરવી જરૂરી નથી પરીક્ષા લેવાવી જોઈએ આમ હવે રિપીટર વિધાર્થીઓ ની પરીક્ષા લેવા ફાઇનલ થતા નિર્ધારિત તા.15 મી થી પરીક્ષા યોજાશે.