તામિલનાડુ-

કોરોના સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તામિલનાડુ સરકારે ધોરણ અને 9,10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે.

વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જોતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા. શિક્ષણ મંત્રીએ શાળાઓ ન શરૂ કરવાની કરી વાત આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં 1થી8 માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય નથી લેવાયો.