અમદાવાદ-

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે. ભાવિક ભકતો કહી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે. જોકે આ બાબત વિશ્વ હિન્દુ પરિષદ એ પણ કહી છે. વી એચ પી એ કહ્યું છે કે જો ભગવાન ની રથયાત્રા ને મંજુરી આપવામાં નહીં આવે તો અમે રથયાત્રા કાઢીશું પણ આ વખત રથયાત્રા નું આયોજન થવું જ જોઈએ.

આ વિષે જનસત્તા લોકસત્તા સાથે વાત કરતાં વી એચ પી ના અશોકભાઇ રાવલ એ જણાવ્યુ હતું કે કોર્પોરેશન ના હોદેદારો અહી મુલાકાત માટે આવ્યા હતા અને અમારે ચર્ચા થઈ હતી કે જો સરકાર પરમીશન નહીં આપે તો અમે જાતે રથયાત્રા નું આયોજન કરીશું. મંદિરના મહંત અને 3 રથ ને જ મંજૂરી આપવામાં આવે અને ખાલી એકલા રથ અને ખલાસી ભાઈ ઑ જ હોવા જોઈએ. સંપૂર્ણ કોવિડ ગાઈડ લાઇન અને સોસિયલ ડિસ્ટન્સ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે

વધુ માં તેમણે જણાવ્યુ હતું કે જો સરકાર ને દર હોય તો જે પણ રુટ પર રથ નિકડે ત્યાં કરફ્યુ નાખી દેવમાં આવે. જેથી ભીડ ભેગી નહીં થાય અને ભક્તો દર્શન પણ કરી શકશે. આ સાથે તેમણે સરકાર ને કહ્યું હતું કે જો પી એમ કે કોઈ બીજા દેશના નેતાઓ આવે છે ત્યારે રોડ શો કરવામાં આવે છે. અને લોકોને ભેગા કરવામાં આવે છે. તો રથ યાત્રા ને કેમ મંજૂરી આપવામાં આવતી નથી. જેવા અનેક સવાલો વી એચ પી દ્વારા સરકાર ને કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર મંજૂરી આપે રથયાત્રા ની.