વડોદરા : વડોદરા શહેર મા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો બીજી બાજુ આજે સયાજીગંજ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ગૌ પાલકો અને ભાજપના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં રસ્તે રખડતા ઢોરો થી શહેરને મુક્ત કરવા ચર્ચા વિચારણા કરાઈ હતી. અને કોર્પોરેશન દ્વારા વૈકલ્પીક વ્યવસ્થ સહિતની જાણકારી આપવામાં આવી હતી.જાેકે, આ સંદર્ભે માલધારી સમાજના આગેવાનો સાથે તા.૮ મીએ ફરી બેઠક યોજાશે.

વડોદરા શહેરમાં રખડતા ઢોરો ની સમસ્યા હલ કરવાના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી ખાતે સંગઠનના હોદ્દેદારો, મેયર સહિત પાલિકાના પદાધિકારીઓ,સાંસદ, ધારાસભ્યો દ્વારા ગૌપાલકોની સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ અંગે ગૌપાલકોને સહકાર આપવા જણાવ્યું હતું. ઉપરાંત પાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં વૈકલ્પીક વ્યવસ્થા, પશુઓને ટેગીંગ સહિતની માહિતી આપી હતી.

જાેકે, ગૌ પાલકો એ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અગાઉ વર્ષો પૂર્વે અમે શહેરની બહાર હતા પરંતુ અમારા વિસ્તારની આજુબાજુમાં શહેરનો વિકાસ થઈ ગયો અને અસંખ્ય સોસાયટીઓ બંધાઈ ગઈ છે જેને કારણે હવે અમે શહેરમાં આવી ગયા છે પરંતુ જાે તેમના પશુધન માટે જરૂરી સુવિધા ઉભી કરાય તેવી રજૂઆત કરી હતી.જાેકે, તમામ પશુપાલકોએ તંત્રને સહકારની ખાત્રી આપી હતી.બેઠકમાં પ્રાથમિક ચર્ચા થયા બાદ માલધારી સમાજના આગેવાનો સાથે ફરી આગામી તા.૮મીએ બેઠક યોજવાનું નક્કી થયું હતું.