લોકસત્તા ડેસ્ક

કોરોનાનું સંક્રમણ એકવાર થયા પછી લાપરવાહ થઈને ફરવું જાેખમી થઈ શકે છે. જ્યાં સુધી અસરકારક વેક્સિન નથી આવી જતી, ત્યાં સુધી કોરોના પ્રત્યે સાવધાની તો રાખવી જ પડશે! જાે કે, કોરોનાનો દર્દી એકવાર સારો થઈ જાય, ત્યારબાદ તેના શરીરમાં એન્ટી બોડીઝ્‌ ઉત્પન્ન થઈ જાય છે. જે કોરોનાના સંક્રમણથી બચાવવાનું કાર્ય કરે છે. પણ આ વેક્સિન શરીરમાં હોય ત્યાં સુધી! જાે એ પૂરા થઈ જાય, તો એનો અર્થ છે સંક્રમણનો ખતરો ક્યારે પણ ત્રાટકી શકે છે! આ બાબતે ભારતીય તબીબી સંશોધન પરિષદે પણ કોરોનાથી સાજા થયા બાદ જરા પણ લાપરવાહી ઘાતક બની શકે છે. એવું જણાવી લોકોને સાવચેત કર્યાં છે. 

અહીં ત્રણ બાબતો બેદરકારી વિશેની જણાવી છે. જે દરેક કોરોના પીડિત વ્યક્તિ કે, જે સારવારથી સાજું થયું હોય, તેણે ધ્યાનમાં રાખવા જેવી છે. જેથી કોરોના સંક્રમણના ખતરાથી પોતાને તેમજ અન્યોને પણ બચાવી શકાય!

માસ્કનો ઉપયોગ ટાળવોઃ

માસ્ક પહેરવું કોઈને નથી ગમતું. તેમાં પણ લાંબા સમય સુધી માસ્ક પહેરવું અત્યંત કંટાળાજનક તેમજ અસુવિધાજનક લાગે છે. પરંતુ કોરોના વાયરસના જીવાણુ જે નાક અને મોંઢા વાટે શરીરમાં પ્રવેશે છે. તેનાથી બચવા માટે માસ્ક જરૂરી છે. તે ઉપરાંત સામાજીક અંતર રાખવું પણ એટલું જ જરૂરી છે. સંક્રમણ થવા પૂર્વેની ઘરની તમામ વસ્તુઓ ડિસઈન્ફેક્ટ કરવી જરૂરી છે. આ સાથે આશરે દસ દિવસ સુધી લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જાેઈએ.

૨. પૂર્ણ ઈલાજ ના કરવોઃ

ડોક્ટરની સૂચના અનુસાર દવાનો કોર્સ પૂરો કરવામાં ન આવે તો પણ આ બિમારી ફરી થઈ શકે છે. જાે લાંબા સમય માટે દવા સૂચવવામાં આવે તો દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે. તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ લેવો જાેઈએ અને ખોરાક લેવા બાબતે કાળજી તેમજ જરૂરી પરેજી પણ રાખવી જાેઈએ. કોવિડ-૧૯ થયા બાદ શરીરમાં એન્ટી બોડીઝ્‌ ઉત્પન્ન થાય છે. જેનાથી કોરોનાથી બચી શકાય છે. પરંતુ એ તત્વો શરીરમાંથી ખૂટી જાય તો સંક્રમણ લાગૂ થઈ શકે છે. જેથી વેક્સિન પ્રાપ્ય થાય ત્યાં સુધી સાવધાની રાખવી જરૂરી છે.

૩. કોવિડ-૧૯ બાદ સ્વાસ્થ્યના સુધારા માટે બેદરકારી રાખવીઃ

કોવિડ-૧૯ એક ગંભીર રોગ છે. જેમાંથી બેઠા થતાં ઘણો સમય લાગે છે. જાે કોરોનાથી સાજા થયા બાદ કોઈ અન્ય લક્ષણ શરીરમાં જણાય છે, તો તાત્કાલિક એનો ઈલાજ કરવો જરૂરી છે. સામાન્ય રીકવરી હોય તો પણ શરીરને ફરીથી સ્વસ્થ થવા માટે પૂરતો સમય ફાળવવો જાેઈએ. એમાં ઢીલ રાખવાથી સંક્રમણ ફરી થઈ શકે છે.