વડોદરા

વડોદરાના આકાશમાં ૩૯૭ વર્ષ બાદ ગુરુ અને શનિ એકબીજાથી ફક્ત ૦.૧ ડીગ્રીના અંતરે આવતાં ખગોળવાસીઓ આફરીન પોકારી ઉઠ્‌યા હતા. ટેલીસ્કોપમાં બંને ગ્રહો, ગુરુના ચાર ચંદ્ર તેમજ શનિના વલયો દેખાયા હતા. ગેલીલેઓએ બનાવેલા પ્રથમ ટેલીસ્કોપના ૧૪ વર્ષ બાદ જ આ ઘટના થઇ હતી. ખગોળવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિએશન ઓફ વડોદરા (એએએવી) આ ઘટના યુટ્યુબ પર લાઈવ દેખાડી હતી.