અંક્લેશ્વર, અંકલેશ્વરમાં કોરોના ના વધતા જતાં કેસ ને ધ્યાનમાં રાખી પરપ્રાંતિયો હવે વતનતરફ વાપસી ગમન કરવા લાગ્યા છે. દક્ષિણ અને ઉત્તર ભારતના વિવિધશહેરોમાં જતી ટ્રેનોમાં ૧૫મી જુન સુધી રિઝર્વેશન ફુલ થઇ ગયુ છે.તો બીજી તરફપરપ્રાંતિય શ્રમિકો દ્વારા વતન વાપસી કરવામાં આવતા જિલ્લા ના ઉદ્યોગજગતને પણ મોટો ફટકો ફરી એકવાર કોરોનાના કારણે વેઠવાનો વારો આવે તેવાએંધાણ વર્તાય રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે કોરોના ના કારણે લાદવામાં આવેલા લોકડાઉનદરમિયાન વતનમાં પરત જવા માટે શ્રમિકોએ વેઠેલી હાડમારી આપ સૌને યાદહશે. ગત વર્ષે વતનમાં પરત ગયેલા કેટલાય શ્રમિકો રોજગારી માટે ગુજરાતમાંપરત ફર્યા છે. તો કેટલાક શ્રમિકોએ તો વતનમાં જ રોજગારી ઉભી કરી લીધી છે.ત્યારે હવે કોરોના ની ઘાતક લહેર ચાલી રહી છે. કોરોના બેકાબુ બની રહ્યોહોવાથી પરપ્રાંતિય શ્રમિકો પણ હવે તેમના વતનમાં પરત જવા આતુર બન્યા છે.લોકડાઉન ની દહેશત વચ્ચે ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં ૧૫મીજુન સુધી રિઝર્વેશન ફુલ થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે. ઓક્સિજન, બેડ,વેન્ટિલેટર, ઇન્જેક્શન ની અછત ની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાનાકેસો થી હવે જાે સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લગાવાની દહેશતલોકોમાં ફેલાય છે.એક પરપ્રાંતિય શ્રમિકે જણાવ્યુ હતુ કે ગત વર્ષે લોકડાઉન માં ભરૂચ અનેઅંકલેશ્વર રેલવે સ્ટેશનથી ૩૫ વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી હજારો પરપ્રાંતિયોનેવતન રવાના કરાયા હતા. ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળેતેમાં સવાર થઈ વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારો ની હિજરત નોઆંક તો ગણી શકાય તેમ નહતો. ગત વર્ષની જેમ દોડધામ ન કરવી પડે તે માટેશ્રમિકો પાણી પહેલા પાળ બાંધી રહયા હોવાનું જણાવ્યુ હતુ.ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરત થી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ સહિત સાઉથ ની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન ૧૫ જૂન સુધી ફૂલ થઈ ગયુછે.