લખનૌ-

બિહારમાં 28મી ઓક્ટોબર યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 80 વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અથવા દિવ્યાંગો સહિતના 52,000થી વધુ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

રાજ્યના 16 જિલ્લાના 71 મતવિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) ફેલાઇને ચાર લાખથી વધુ મતદારોનો સંપર્ક સાધ્યો હતો. આમાંથી અંદાજે 52,000 મતદાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે, જ્યારે બાકીના મતદારોએ ચૂંટણી કેન્દ્ર પર જઇને મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. જે મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની ઇચ્છા દર્શાવી છે તેઓને સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રિ-ઇન્ફોર્મ્ડ ડેટ સાથેના પોસ્ટલ બેલેટ પૂરા પાડવામાં આવશે. આ પ્રક્રિયામાં સુરક્ષા, પારદર્શકતા અને ગુપ્ત રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

બિહારની બે તબક્કાની ચૂંટણી અને અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં આ પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણી ત્રીજી અને સાતમી નવેમ્બરે યોજાશે.