ડભોઇ

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ ની સુચના મુજબ તલાટી કમ મંત્રી કેડરના છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નો અંગે પડતર પ્રશ્નોનો સુખડ ઉકેલ લાવવા સમગ્ર રાજ્ય સહિત ડભોઇ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવા આજે સરકારની ચાલતી જુદી જુદી યોજનાઓ માં પોતાની સહી નહીં કરી પેન ડાઉન કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતોગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ એલ મોદી ની સુચના મુજબ અને જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે તલાટી મંત્રી નું મહેકમ મંજૂર કરવામાં આવેલું જેને ૫૮ વર્ષ જેટલો સમય થયો છે પંચાયત વિભાગની કામગીરી ઉપરાંત ૨૨ પ્રકારની ઓનલાઇન કામગીરી અને મનેરેગા સહિત તમામ યોજનાકીય કામગીરી કરે છે રાજ્ય સરકાર પાસે તલાટી મંત્રી સ્વર્ગના ના પડતર પ્રશ્નો અંગે તલાટી મંત્રી નું નવું મહેકમ મંજૂર કરી એક ગામમાં એક તલાટી મંત્રીની નિમણૂક કરવા અંગે તેમજ વિવિધ અનેક પ્રશ્નો ની માંગણી અંગે સરકાર શ્રી ને તારીખ ૬ ૧૦ ૨૦૧૮ માં આપેલ બાહેધરી નું સતત ત્રણ વર્ષ થયા છતાં પડતર પ્રશ્નોનો કોઈ સુખદ ઉકેલ સરકાર દ્વારા લાવવામાં આવેલ નથી જે વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે અન્યથા વર્ષોથી તલાટીમંત્રી કૅડર ને થતા અન્યાય સામે આજ દિન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં સમગ્ર રાજ્ય સહિત ડભોઇ ખાતે પણ તારીખ ૨૭ - ૯ - ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રીનો હકારાત્મક નિરાકરણ લાવવા ડભોઇ તાલુકા પંચાયત કચેરી ખાતે ડભોઈ તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી સંદીપકુમાર પટેલ મહામંત્રી ગોહિલ જશવંતસિહ સહમંત્રી કણૅ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખ વિક્રમસિંહ સોલંકી મંત્રીશ્રી ગીતાબેન બારીયા સહિત તમામ તલાટીઓ એ આજરોજ મહામંડળ ના પડતર પશ્રનો નિરાકરણ માટે પેન ડાઉન પર ઉતર્યો હતા.