અમદાવાદ-

ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.

અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.

આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.