રાજકોટ, ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે . ત્રણ શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકોના મોત થયાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ સોલંકી સુત્રાપાડાના રાહુલ પંપાણિયા અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર વિશ્વકર્મા)ના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.આજે સવારે ત્રણેય શ્રમિકો ફેક્ટરીની અંદર લોખંડની ટાંકીમાં કેમિકલ ભર્યું હતું જેમાં વેલ્ડિંગ કરતા હતા. ત્યારે વેલ્ડિંગ કરતા સમયે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા હતા.