દિલ્હી-

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના અત્યાર સુધીના સૌથી વધારે મામલા સામે આવ્યા છે. એક જ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના 90 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારે સવારે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 90,802 નવા મામલા આવ્યા છે અને કુલ 1,016 લોકોનાં મોત થયાં છે. 

આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો કુલ આંકડો 42 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 42,04,614 લોકો કોરોના વાઇરસના સંક્રમણમાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 71 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19ને કારણે 71,642 લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસના કુલ કેસના મામલે ભારત હાલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા નંબર છે.