વલસાડ, આરોગ્ય કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળના લીધે અને ૧૬મી જાન્યુ.થી દુનિયાભરમાં સૌથી ઝડપી અને વિક્રમી કોવેકસીનનું રસીકરણ કરનાર ભારતમાં તા.૧૭/૧ એ પોલિયોનું મહાઅભિયાન થનાર હતું જે પાછળ ઠેલાતા ૩૧મી જાન્યુ.એ રાજ્યભરમાં સંપન્ન થયું. સઘન પોલીયો રસીકરણ અભિયાનમાં ખેરગામ તાલુકામાં ત્રણ પ્રા.આ.કેન્દ્ર બહેજમાં-૧૦૬૪,તોરણવેરા-૧૩૫૧ અને આછવણી-૧૬૩૧ ત્થા ખેરગામ સા.આ.કેન્દ્ર દ્વારા ૧૦૭૧ મળી કુલ ૫,૧૧૭ ભૂલકાંઓને પોલીઓ પીવડાવવામાં ૧૨૨ આરોગ્ય કર્મીઓએ ભાગ લીધો જેઓ સવારથી ઠંડીમાં કાર્યરત હતા. સને ૧૯૯૫થી પોલિયો મુક્ત ભારત-અભિયાનના ૧૦૦થી વધુ પડાવમાં છેલ્લા દસ વર્ષ પછી પોલિયોનો કેસ નોંધાયો નથી. પોલીસ સાથે કોવેક્સિન રસીકરણમાં મામલતદાર કચેરીના ૨૪ અને ૭૮ પોલીસ કર્મીઓનુ રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તાલુકામાં ૩૭૧ ને કોરોના મુક્ત કરવા રસી અપાઇ હતી.