અરવલ્લી : કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે ૧૩મો દિવસ છે. ખેડૂતોએ મંગળવારના રોજ ભારત બંધ રાખવાનું એલાન કર્યું હતું. જેમાં કોંગ્રેસ સહીત અનેક રાજકીય પક્ષોએ સમર્થન કર્યું હતું. અરવલ્લી જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો મુખ્ય મથક મોડાસા શહેરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બંધને સફળ બનાવે તે પહેલા પોલીસે ધારાસભ્ય સહીત અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેતા કોંગ્રેસની રણનીતી પર પાણી ફેરવી દીધું હતું. મોડાસા શહેરમાં માર્કેટયાર્ડના સત્તાધીશોએ બંધને સમર્થ ન આપ્યું હોવા છતાં વેપારીઓ અને ખેડૂતોએ બંધને સમર્થન આપતા મોડાસા એપીએમસી ચાલુ રાખવાની વાતનો ફિયાસ્કો થયો હતો.ભિલોડામાં સજ્જડ બંધ જાેવા મળ્યો હતો. અન્ય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં બંધને નહિવત પ્રતિસાદ મળ્યો હતો.  

કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોડાસા અને શામળાજી રોડ પર ગાજણ ટોલપ્લાઝા નજીક ટાયરો સળગાવી ચક્કાજામ કરતા પોલીસ તાબડતોડ પહોંચી વાહનવ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો. ભિલોડામાં કોંગ્રેસે તમામ માર્ગો પર ચક્કાજામ કર્યો હતો એસટી બસોની હવા કાઢી નાખી હતી હાથમતી બ્રિજ પર વાહનોનો ભારે ચક્કાજામ થતા પોલીસ દોડી આવી હતી અને કાર્યકરોની અટકયાત કરી હતી માલપુર માર્કેટયાર્ડ બંધ રહ્યું હતું. મોડાસા શહેરમાં તમામ ધંધા-રોજગાર ખુલ્લા રહેતા કોંગ્રેસના અગ્રણીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું અને સ્વીકાર્યું હતું કે આજે મોડાસા શહેરમાં ખેડૂતોના સમર્થનમાં આપેલ બંધમાં તમામ બજારો ખુલ્લા રહ્યા હતા ભારત બંધના પગલે અરવલ્લી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જિલ્લામાં એક હજાર પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. ૩ ડીવાયએસપી.૮ પીઆઇ અને ૧૨ ઁજીૈં સહિતનો કાફલો તૈનાત કરાયો છે. પૉલિસ જવાનો સાથે હૉમગાર્ડના જવાનો પણ તૈનાત કરાયા હતા. આખો દિવસ સતત પોલીસ અધિકારીઓની સરકારી ગાડીઓ માર્ગો પર દોડતી જાેવા મળી હતી.