સુરત-

ગુજરાતમાં કોરોના વાયરસ સુરતમાં ફૂલ ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે. રાજ્યમાં જાે સૌથી વધુ કેસ આવી રહ્યાં હોય તો તે સુરતમાં છે. જેને ધ્યાનમાં રાખી સુરત મનપાએ આક્રમક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. સુરત મનપાએ એક એક જાહેરનામું બહાર પાડીને જે લોકોએ રસી ના લીધી હોય તેમને પ્રવેશ ના આપવા આદેશ કર્યો છે. શહેરમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રિપોર્ટ ફરજીયાત બનાવ્યો છે.

સુરત પાલિકાનું ઔદ્યોગિક એકમો માટે જાહેરનામું પાડવામાં આવ્યું છે. જેમાં રસીકરણ વગરના લોકોને પ્રવેશ ન આપવા આદેશ કરાયો છે. માત્ર જે લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવા આદેશ કરવામાં આવ્યો છે. સુરત પાલિકાએ શહેરમાં સંક્રમણ વધતા જાહેરનામું બહાર પાડ્યું છે. ઉદ્યોગોને જાહેરનામાનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ યુનિટ, હીરા બજાર કોમર્શિયલ શોપિંગ સેન્ટર, મોલ, ઔદ્યોગિક એકમોમાં હવે વેકસીન ફરજીયાત બનાવાઈ છે.

વેકસીન લીધા વગરના લોકોને પ્રવેશ ન આપવા આદેશ કરાયો છે. ૪૫ વર્ષથી નીચેના વ્યક્તિએ રેપીડ ટેસ્ટ ફરજીયાત બનાવાયો છે. ટેસ્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે. તેવી જ રીતે તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. જાે જાહેરનામાનો ભંગ કરશો તો તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. નિયમનો ભંગ કરનારા વિરૂદ્ધ એપેડેમીક એકટ મુજબ ગુનો દાખલ કરાશે