વડોદરા,

સમગ્ર ભારત દેશ અને ગુજરાતમાં સતત પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તના કારણે દેશની પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સતત બેજવાબદારી પૂર્વક ભાવ વધારો કરતી ભાજપ સરકારના વિરોધમાં રાજ્ય વ્યાપી આદોલંન કોગ્રેસ દ્વારા ચલી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રણોલી ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યો અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં કરવામાં આવ્યા હતા. છાણી પોલીસ દ્વારા વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દિલીપભાઇ ભટ્ટ, જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં મહામંત્રી હિતેશ દેસાઈ, યુથ કોંગ્રેસના નેતા રાજુ માસ્તર સહિતના અગ્રણીઓ અગ્રણીઓની ધરપકડ કરી હતી. 

તો બીજી તરફ રાજકોટમાં આ આદોલંનને નવુ રુપ આપવામાં આવ્યુ છે. રાજકોટમાં કોગ્રેસ નેતાઓ તથા કાર્યકરો રસ્તા પર બળદગાડુ લઇને પેટ્રલ-ડિઝલ ભાવ વધારાનો વિરોધ કર્યા હતો