અમદાવાદ-

અમદાવાદ જીલ્લા વિસ્તારમાં સરકારની બેદરકારીના કારણે મંદ ગતિએ વેક્સીનેસન ચાલી રહ્યું છે. જેથી જો કોરોના ત્રીજી લહેર આવે તો ભારે નુકશાનની શક્યતા રહેલી છે. કારણ કે જે મુજબ આંકડા આવી રહ્યા છે.તે મુજબ હજી પણ આખો જીલ્લો વેક્સીનેટ થતા 5 થી 6 માસ જેટલો સમય થવાનું અંદાજ લાગવા આવી રહ્યો છે.ત્યારે હાલ જિલ્લામાં વેક્સીનેશન કેટલો સુનારીયો છે.જોઈએ તો જીલ્લામાં હાલમાં ગોકળ ગતિએ કામગીરી વેક્સીનેસન માટે ચાલી રહી છે.તેની પાછળનું સૌથી મોટું કારણ કે સરકારની ઉદાસીનતા કે પછી બેદરકારી કહી શકાય કેમકે હાલમાં અમદાવાદ જીલ્લા વિસ્તારમાં દરરોજ 5500 લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે.જેની માટે સમગ્ર જિલ્લામાં 55 બુથ પર વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે એક તરફ નિષ્ણાંત આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે અગામી માસના અંતિમ તબક્કામાં કોરોના ત્રીજી લહેર આવી શકે છે.બીજી તરફ જીલ્લા વિસ્તારને સંપૂર્ણ વેક્સીનેટ કરવા માટે 5 થી 6 મહિના જેટલો સમયની આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં અમદાવાદ જીલ્લા વિસ્તારની જો વાત કરીએ તો પહેલા દરરોજ 10 હજાર જેટલો વેક્સીનો સ્ટોક આવતો હતો.પરંતુ હવે તેમાં અંદાજે 50 ટકા જેટલો ઘટાડો કરી 5500 કરી દેવામાં આવ્યો છે.જેથી વહીવટી તંત્ર પણ એટલા જ લોકોને વેક્સીનેટ કરી શકે છે.ત્યારે વેકીનેશન અંગેના આંકડા પર નજર રાખીએ તો.અમદાવાદ જિલ્લાનું 73 ટકા વેક્સીનેશન કામગીરી પુર્ણ થયું છે.જિલ્લામાં આગામી 5 મહિનામાં 100 ટકા વેક્સીનેશન પૂર્ણ કરવાનું આયોજન છે જોકે વેક્સીનેશન રોજ બરોજ મળતા જથ્થાને કારણે 5 મહિના જેટલો સમય લાગશે હાલ જિલ્લામાં ક્યારેક 10હજાર, 7500 કે 5500 ડોઝની ફાળવણી થઈ રહી છે.11 લાખ 35 હજાર વસ્તી સામે 8.31લાખ લોકોને રસી આપવામાં આવી છે.જિલ્લાના દસકોઈ,બાવળા સાણંદ,વિરમગામ અને ધોળકા તાલુકામાં 90 ટકા વધુ વેક્સીનેશન થયું છે તો ધોલેરા,દેત્રોજ અને માડલ તાલુકામાં 80 ટકા જેટલું વેકીનેશન થયું છે. આમ સરકાર એક તરફ કહી રહી છે કે, દવાઈ ભી ઓર કડાઈ ભી પરંતુ જો દવા જ ના હોય તો કેવી રીતે દવા લેવી એટલે કે વેક્સીન લેવી.સરકારએ પણ દાવો કરી રહી છે કે સરકાર ત્રીજી લહેર માટે સજ્જ છે.પરંતુ લોકોને વેક્સીન જ નહિ મળે અથવા તો આમ મંદ ગતિએ કામ ચાલશે તો કેવી રીતે ત્રીજી લહેર સામે ટકી શકાશે એ મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.