/
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન ધો.12ની પરીક્ષા રદ થવાના સંકેત

દિલ્હી-

ગુજરાતમાં કોરોનાની પરીસ્થિતિને કારણે ધો.10ની રાજય બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ જયારે આવતીકાલે ધો.12ની પરીક્ષા અંગે પણ નિર્ણય લેવાય તેવા સંકેત છે. આ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) ની ધો.12ની પરીક્ષા પણ રદ થાય તેવી શકયતા છે. ધ મિન્ટના રીપોર્ટ મુજબ આગામી બે સપ્તાહમાં પરીસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે પણ શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગે પરીક્ષા રદ જ થશે. મંત્રાલયના એક સીનીયર અધિકારીએ સ્વીકાર્યુ કે હાલની જે પરીસ્થિતિ છે તેમાં ફીઝીકલ પરીક્ષા લેવાનું શકય નથી અને વિદ્યાર્થીઓને કઈ રીતે ધો.12માં પાસ કરવા તે અંગેની વૈકલ્પીક એસેસમેન્ટ યોજના વિચારાઈ રહી છે. ગત વર્ષ કરતા હાલ કોરોનાની પરીસ્થિતિ ચાર ગણી વધુ ખરાબ છે અને હજુ મે માસના અંત સુધીની સ્થિતિ વિચારાશે અને જૂનમાં પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. જો કે ધો.12ની પરીક્ષા રદ કરવા અંગે બોર્ડમાં જ મતભેદ છે. અનેક ખાનગી શાળાઓ પણ એક અભિપ્રાય ધરાવતી નથી. પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રૂબરૂ હાજર થવું પડે અને સોશ્યલ ડીસ્ટન્સ વગેરેને આગળ રાખીને પરીક્ષા લેવાઈ તો પણ કોરોના સંક્રમીત નહી બને તેવી કોઈ ગેરંટી નથી. જો હાલની સ્થિતિમાં પરીક્ષા લેવી હોય તો છ માસ જેવો સમય રોકાવું પડે અને સમગ્ર શૈક્ષણિક કેલેન્ડર સતત બીજા વર્ષે ખોરવાઈ જાય તે પણ શકય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution