ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનો વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-6ની નવી ગાઇડલાઇન આવ્યાં બાદ નિર્ણય લેવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન શાળાઓ શરૂ કરવાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની અનલોક-6ની નવી ગાઇડલાઇન બાદ નિર્ણય લેવા અંગેની વિચારણા રજૂ કરી છે.  

આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક થઇ હતી. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં શાળાઓ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જો કે સંચાલક મંડળે દિવાળી પછી શાળા ખોલવા તૈયારી બતાવી હતી.  ઉલ્લેખનીય છે આજરોજ સવારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું  કે શાળા બંધ થયાને 6 મહિના થયા,ત્યારે ક્યારેને ક્યારે શાળા તો શરુ કરવી પડશે. સરકાર એકલા હાથે નિર્ણય લઇ શકે નહીં. તમામ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે.