ગાંધીનગર-

ગુજરાતના શિક્ષણ વિભાગે મહત્વની જાહેરાત તમામ યુનિવર્સિટીઓ માટે કરી છે. તમામ યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા માટે આદેશ કરી દેવાયા છે. ગુજરાતમાં નવા કેસોની સંખ્યા 100ની નીચે આવી છે. ત્યારે કોલેના માત્ર ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા માટે આયોજન કરવાનું કહી દેવાયું છે. આ સાથે કોલેજોને કહેવાયું છે કે, જુલાઈ મહિનામાં પોતાની અનુકૂળતા પ્રમાણે સ્નાતક અને માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાનો આદેશ થઈ ગયો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. જેમાં ATKTના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર જાહેર કરાયા હતા. સેમેસ્ટર 1થી 4માં ATKT આવી હોય તે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.