છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરમાં ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ ભારે ગંદકીના ઢગલા જાેવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરનો ભારે ત્રાસ ફેલાયો છે. સાંજના સમયે ઘણા રહેણાંક વિસ્તારોમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ભારે ગંદકીના લીધે મચ્છરોના ઉપદ્રવના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા ઘણા વોર્ડમાં ઠેર ઠેર જગ્યાએ ગટરો ઉભરવાની ફરિયાદ પ્રજા કરી રહી છે. જે અંગે તંત્ર કડક પગલાં ભરે એ ઘણું જરૂરી છે.

ભારે ગંદકીના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, જેવી બીમારીઓ થવાનો પ્રજામાં ડર ફેલાયો છે. નગરના મેન બજારમાં ખાણી પીણીની લારીઓ પાસે નજીકમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળે છે. ત્યાં રોજે રોજ ઘણો કચરો ઠલવાય છે. ખાણીપીણીની લારીઓની આસપાસ ભારે ગંદકીના કારણે મચ્છર તથા અન્ય જીવજંતુનો ભારે ત્રાસ છે. જેના કારણે લારીઓ ઉપર ખાવા આવતી પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અને મચ્છરના ત્રાસને કારણે આરોગ્યને પણ ઘણું જાેખમ છે. છોટાઉદેપુર બજાર વિસ્તારમાં શાકમાર્કેટ બનાવેલ છે. ત્યાં દિવસ દરમ્યાન ઘણા શાકભાજીવાળા વેપારીઓ ઉભા રહી પોતાનો ધંધો કરે છે. ત્યાં થતી ગંદકીની યોગ્ય સફાઈ થતી નથી.

ઘણી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ ઉપર આસપાસની ગંદકીના કારણે માખીઓ બેઠેલી જાેવા મળે છે. જે પ્રજાના સ્વાથ્ય માટે હાનિકારક છે. આ અંગે યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે એ ખુબજ જરૂરી છે. નગરમાં ઘણા સમયથી જાહેર જગ્યાઓ ઉપર ભારે ગંદકી જાેવા મળી રહી છે પરંતુ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી કે ધ્યાન આપવામાં આવતું નથી જાે જાહેર જગ્યાઓ ઉપર કચરો કે ગંદકી જાેવા મળતી હોય તો પછી સોસાયટીઓમાં શુ હાલત હશે એ જાેવાનું રહ્યું. અહીં જ શાકમાર્કેટ માં મુકેલ ઘન કચરા નું મશીન જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન દ્રશ્યમાન થઇ રહ્યું છે. આ અંગે નગર પાલિકા તંત્ર યોગ્ય ધ્યાન દઈ મચ્છરોના કારણે રોગચાળો ફેલાય નહીં તે અર્થે યોગ્ય સફાઈ કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.