વડોદરા : કોરોના સંક્રમણ અંતર્ગત માસ્ક ન પહેરનાર તેમજ કરફ્યુ ભંગ કરનાર સામે દંડ વસુલવાની કામગીરી કરનાર ગોધાર ક્રાઈમ બ્રાંચની ટીમે માસ્ક ન પહેરનાર વ્યક્તિની હમસકલ ૨૭ વર્ષના યુવાનને ઉઠાવી લાવી તેને ઢોર માર મારતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લી જવામાં આવતા તેની કીડની ઉપર ગંભીર ઈજાઓ સાથે તેની કીડની ડેમેજ થઈ હતી. યુવાનને તાત્કાલીક સારવાર માટે વડોદરા સ્થિત જેતલપુર રોડ પર આવેલા ખનખી ગુજરાત કીડની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ગોધરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે નિર્દોષ યુવાનને માર માર્યો હોવાની જાણ થતાં તેઓ વડોદરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર કેસ ઉપર સારવાર ખર્ચ આપવાનું જણાવી પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર બનાવનો ભોગ બનનાર યુવાન ચિરાગભાઈ મિસ્ત્રીની ખાસ પીકાબેનના જણાવ્યા અનુસાર વણાકબોરી થર્મલ પાવર નજીક આવેલા ગામમાં રહેતો ચિરાગ ચીમનભાઈ મિસ્ત્રી ઉ.વ.૨૭ હાલોલ રોડ પર આવલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મિત્રો સાથે રૂમ ભાડે રાખીને રહે છે. હાલ કોરોનાના સંક્રમણની ચાલી રહેલ મહામારીને રોકવા ગોધરા પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહિશોને શામ-દંદ અને ભયની નિતિ અપનાવી રહ્યા હોવાનો તાદસ્ય કરતો કિસ્સો વડોદરા શહેરની ગુજરાત કીડની હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે.  

આ બનાવની વિગત એવી છે કે, ગોધરા ક્રાઈમ બ્રાંચનો પોલીસ સ્ટાફ કોરોના કાળને કેન્દ્રમાં રાખી માસ્ક ૫હેરર્યા વગર ફરનાર તગા કરફર્યું ભંગ કરનાર વ્યકિત સાથે કાનુની કાર્યવાહી કરી રહ્યા હતા. એ દરમિયાન પાંચ જેટલા પસાર થતાં હતો જેમાં એક વ્યકિતએ માસ્ક પહેરર્યા ન પહેરાના યુવાને પકડે એ પહેલાં જ ડીસીબી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. ગોધરા ડીસીબી ક્રાઈમ બ્રાંચની ટીમે માસ્ક ન પહેરનાર વ્યકિત સમજી નિદોષ ચિરાગ ચીમનભાઈ મીસ્ત્રી નામનાં ુવાને ઝડપી લઈને તેને વગર વાંકે ઢોર મા માર્યો હતો. જેમાં તે ગંભીર રીને ઈજા પામતાં છોડી દેવામાં આવ્યો હતો. પોલીસેનાં મારથી ઘાયલ થયેલા ચિરાગ મિસ્ત્રેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેની કીડની ડેમેજ થવા સાથે ગંભીર ઈજાઓ થયાનું નિદાન આવતાં ચિરાગ મિસ્ત્રીને વડોદરા ખાતે જેતલપુર રોડ પર આવેલા ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવની ગોધરા ક્રાઈમ બ્રાંચની પોલીસ ટીમને થતાં અત્રે દોડી આવી હતી. અને તેમની ભુલનો ભોગ બનનાર યુવાન ચિરાગ મિસ્ત્રીનાં સગાઓનો સંપર્ક કરી પરીવારજનોને ચિરાગની સારવાર ખર્ચ આપવાનું જણાવી કોઈ પણ પ્રકારનો કેસ કરવા નહીં જણાવી સમગ્ર બનાવ ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું ભોગ બનનારનાં ખાસ ખીકાબેન પાલજે જણાવ્યુ હતું.