મુંબઈ

મુંબઈ સિટી એફસીએ પ્રથમ વખત ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ ૨૦૨૧) નો ખિતાબ જીત્યો હતો. મુંબઈ સિટીએ ટાઇટલ મેચમાં એટીકે મોહુન બગનને ૨-૧થી હરાવી હતી. એટીકે મોહુન બગનના મર્જર પછી આ પહેલી મેચ હતી જ્યારે ચોથી ફાઇનલ મેચ હતી. પરંતુ એટીકે મોહુન બગન આ ચોથો ખિતાબ જીતવામાં સફળ થઇ નહિ. જો આપણે મેચની વાત કરીએતો ૧૮ મી મિનિટમાં વિલિયમ્સે શાનદાર ગોલ કરીને એટીકે મોહુન બગનને ૧-૦થી સરસાઇ અપાવી હતી. તે જ સમયે મુંબઈ સિટી એફસીએ ૨૯ મી મિનિટમાં ટીરી ઓન્ગોલને કારણે મેચમાં ૧-૧થી બરાબરી કરી લીધી. આ પછી બંને ટીમો લાંબા સમયથી લીડમાં વ્યસ્ત હતી. પરંતુ સફળતા મળી નહીં. જો કે અંતિમ ક્ષણે બિપિને મુંબઈ સિટી માટે શાનદાર ગોલ (૯૦ મી મિનિટમાં) ગોલ કરીને તેની ટીમને વિજય અપાવ્યો. આ હાર સાથે એટીકે મોહુન બગનનું સતત બીજી વખત આઈએસએલનું બિરુદ ટાઇટલ સ્વપ્ન તૂટી ગયું.