ઘરને સુંદર અને સાફ રાખવા માટે તેની પર વિશેષ ધ્યાન આપવાની જરુર હોય છે. આવા સંજોગોમાં ઘર પર લાગેલા કરોળિયાના જાળા ખુબ ખરાબ દેખાય છે, સાથે સાથે તેને વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને કેટલીયે પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

ધન સાથે જોડાયેલી સમસ્યા: 

ઘરની સારી રીતે સાફ સફાઇ કરવી ખુબ જરુરી હોય છે. ઘર સ્વચ્છ અને સુઘડ હોય તો બીમારીઓ દુર થવાની સાથે લક્ષ્મી માતાની કૃપા જળવાઇ રહે છે. આવા સંજોગોમાં જે ઘરમાં ગંદકી અને કરોળિયાના જાળા હોય ત્યાં પૈસા ટકતા નથી. આ સાથે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કરોળીયા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી.

નેગેટિવિટી- જે ઘરની દિવાલો કે છતો પર કરોળીયાના જાળા લાગેલા હોય છે, ત્યાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવા સંજોગોમાં તેની ખરાબ અસર ઘરના લોકોના આરોગ્ય પર પણ પડે છે. ઘરના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા થાય તેવુ પણ બની શકે છે.

તણાવ-ઘર પર ઘણા દિવસો સુધી કરોળિયાના જાળા હોય તો તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરના સભ્યો વચ્ચે મનભેદોનુ પણ તે કારણ બની શકે છે. આવા સંજોગોમાં તમામ મેમ્બર્સના સ્વભાવમાં ચિડિયાપણુ ફીલ થાય છે. તે તણાવનુ કારણ બને છે.

નિષ્ફળતાઓનો સામનો- શાસ્ત્રો મુજબ જે ઘરમાં કરોળીયાના જાળા દેખાતા હોય તે ઘર હંમેશા સંકટોથી ઘેરાયેલુ રહે છે. તે ઘરના સભ્યોએ હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તેમને દરેક કામ કરવામાં સંકોચ થાય છે. તેમની આસપાસ સતત નિષ્ફળતાઓ ફરતી રહે છે.

દુર્ભાગ્યનુ કારણ-ઘરમાં જ્યારે પણ કરોળિયાના જાળા દેખાય તો તેને તરત સાફ કરી લો. આમ ન કરવાથી નિષ્ફળતાઓની સાથે દુર્ભાગ્ય અને પૈસાની તકલીફો આવતી જ રહે છે. કરોળિયાના જાળા તમને નાની વાત લાગતી હોય, પરંતુ તેને ઘરમાંથી તાત્કાલિક સાફ કરવા જરુરી છે. સ્વચ્છ અને સુંદર ઘરમાં જ લક્ષ્મીજીનો વાસ થાય છે.