રાજકોટ-

આ વર્ષે કોરોના મહામારીએ દરેક તહેવારોને ગ્રહણ લગાડયુ છે ત્યારે ખાસ શ્રાણસમાસના તહેવારોની ઉજવણી પણ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફીકી પડી છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ વર્ષે સાતમ-આઠમ નિમિતે મંદિરોમાં ભાવિકોની ભીડ ન થાય તે માટે સૌરાષ્ટ્રના કેટલાક મુખ્ય મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સંક્રમણનો ફેલાયો ન વધે તે માટે જે-તે મંદિરોના સંતા-મહંતોને ટ્રસ્ટીઓ દ્વારા મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જેમાં દ્વારકાધીશ મંદિર તા.૧૦થી ચાર દિવસ, વીરપુર જલારામ મંદિર તા.૮થી ૧૨ દિવસ અને ખોડલધામ મંદિર તા.૯થી આઠ દિવસ બંધ રહેશે. જો કે સોમનાથ મંદિર દર્શનાથીઓ માટે ખુલ્લુ જ રહેશે કોરોના સંક્રમણ ફેલાવાના ભયને પગલે જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિરમાં ભાવિકો માટે પ્રવેશ નિર્ષેધ કરાયો છે દરવર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારમાં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષે જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામુ બહાર પાડીને તકેદારીના ભાગરૂપે જન્માષ્ટમી દરમિયાન તા.૧૦થી ૧૩ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે. 

સુપ્રધ્ધિ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર પણ તા.૮થી ૨૦ સુધી ૧૨ દિવસ બંધ રાખવાનો નિર્ણય મંદિરના નાદિપતી રધુરામ બાપાએ કર્યો છે. તેમજ ખોડલધામ મંદિર પણ આગામી તહેવારોમાં તા.૯થી ૧૬ સુધી એટલે કે ૮ દિવસ બંધ રહેશે માત્ર પુજારી પરિવાર અને સંતો મહંતો દ્વારા પુજા-આરતી કરવામાં આવશે. ભાવિકો માટે મંદિરો બંધ રહેશે.