/
રાજયમાં જન્માષ્ટ્રમીની શોભાયાત્રાને છૂટ,મટકીફોડની મનાઇ: રાત્રિ કરફર્યુમાં રાહત

ગાંધીનગર-

કોરોનાના કેસમાં સતત થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોની ઉજવણી લોકો ઉમંગભેર કરી શકે તે માટે કેટલીક છૂટછાટ આપવાનો રાય સરકારે નિર્ણય કર્યેા છે. જેમાં કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ, ગણેશ ઉત્સવને લઈને કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. તહેવારોના દિવસો દરમિયાન લોકમેળાઓ ,મટકી ફોડ યોજવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. જન્માષ્ટ્રમી શોભાયાત્રા ૨૦૦ લોકોની રહેશે અને મર્યાદિત ટ પર કાઢી શકાશે.

રાજ્યમાં જન્માષ્ટ્રમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ પાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે મુજબ જન્માષ્ટ્રમી તા. ૩૦મી ઓગસ્ટના રોજ સોમવારે રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦મી ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ૨૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ એસઓપી નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે આ માટે બે ફટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહી ને દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution