વડોદરા,તા.૧

ભારતમાં રેલ કોચ બનાવતી બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશન કંપનીને હવે અલ્સ્ટોમે ટેઇક ઓવર કરી છે. વડોદરામાં ઓફિસ અને મંજુસર જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતી બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશનના કર્મચારીઓ ગત તા.૨૯મીથી અલ્સ્ટોમના કર્મચારીઓ બન્યા છે. અલ્સ્ટોમ ભારતમાં રેલવે , સિગ્નલિંગ, કોમ્યુનિકેશન્સ, એન્જિન સહિતની સેવાઓ પૂરી પાડે છે.ભારતમાં દિલ્હી મેટ્રો સહિત જુદા જુદા શહેરોની મેટ્રો રેલમાં બોમ્બાર્ડિયર દ્વારા અદ્યતન કોચ પૂરા પાડવાં આવ્યા છે. આ ઉપરાંત સાવલી ખાતેથી નિર્માણ પામેલા રેલ કોચની વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવી છે. રેલ સિગ્નલિંગ અને કોમ્યુનિકેશન્સના ઉપકરણોના બજારમાં હવે કંપનીને ફાયદો થશે.અલ્સ્ટોમે જાહેરાત કરી છેકે, વિશ્વમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની વધતી જતી જરૃરીઆતો નવા ટેઇક ઓવરના પગલે પૂરી પાડવામાં આવશે.

૭૦ દેશમાં કુલ ૭૫૦૦૦ કર્મચારીઓ કંપની ધરાવે છે. બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશનને સંપૂર્ણપણ હસ્તગત કરવામાં આવતા હવે વિશ્વમાં ભૌગોલિક રીતે અને સંકલિત રીતે ગ્રાહકોને સારી સેવા આપી શકાશે.અલ્સ્ટોમના ચેરમેન અને સીઇઓ હેનરી પોઉપાર્ટે જણાવ્યું છેકે, આજે અમારા માટે આનંદની અદ્વિતીય ક્ષણ છેકે, ,વિશ્વના મોબીલીટી સેકટરમાં નવા વૈશ્વિક લીડરનું નિર્માણ થયું છે. જે સ્માર્ટ અને સાતત્યપૂર્ણ રીતે શહેરીકરણના મોટા પડકારોનો પર્યાવરણીય રીતે અને સામાજિક રીતે ઉકેલ લાવશે. અલ્સ્ટોમ અને બોમ્બાર્ડિયરના મળીને હવે કુલ ૭૫૦૦૦ કર્મચારીઓ વિશ્વભરમાં થાય છે. વિશ્વમાં ૨૦૨૫ સુધીમાં જૂથ વાર્ષિક ૨.૩ ટકાના દરે વૃધ્ધિ કરવાનો લક્ષ્યાંક રાખે છે.

વિદેશોમાં પણ બોમ્બાર્ડિયર હવે અલ્સ્ટોમ બની

ભારત ઉપરાંત ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, દ.પૂ. એશિયા, ઉત્તર આફ્રિકા અને બ્રાઝિલમાં મહત્વના ગ્રાહકો કંપની ધરાવે છે. બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશન હવે યુકે, જર્મની, ચીન, ઉત્તર અમેરિકામાં પણ મજબૂત વ્યૂહાત્મક બજાર ધરાવશે.હવે જૂથ યુરોપ, ઉત્તર અમેરિકા વધુ મજબૂત હાજરી દ્વારા ૭૫ ટકા જેટલો બજાર હિસ્સો હાંસલ કરશે.

ભારતમાં વધુ હાજરી માટે કંપની આક્રમક બનશે

ભારતમાં બોમ્બાર્ડિયરને ટેઇક ઓવર કર્યા બાદ અલ્સ્ટોમ હવે વધુ આક્રમક બનશે. આ ઉપરાંત પ.યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં પણ વધુ મજબૂત બનશે. બોમ્બાર્ડિયરનો ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ હવે અલ્સ્ટોમે હસ્તગત કર્યો છે ત્યારે હવે બોમ્બાર્ડિયર માત્ર વિમાન બનાવતી કંપની જ રહી છે. કેનેડાખાતે વડુમથક ધરાવતી બોમ્બાર્ડિયર ઇન્કોર્પોરેટના સીઇઓ ઇરિક માર્કેટેલે જણાવ્યું છેકે, હવે કંપની વિમાનના બિઝનેસમાં ધ્યાન કેન્દ્રિત કરશે.