વડોદરા, તા.૧૯

ઓક્સિજનની અછત હતી જ એમાંય વાવાઝોડાને કારણે ભાવનગર પ્લાન્ટ શટ ડાઉન થતાં શહેરને ભાવનગર પ્લાન્ટમાંથી આવતો ૩૦ ટન જથ્થાની ઘટ પડી હતી. જાે કે છેક ગાંધીનગર સુધી રજુઆત બાદ જી.એન.એફ.સી. ભરુચ ખાતેથી ૩૦ ટન જથ્થો મેળવી ઘટ સરભર કરવાનો પ્રયત્ન કરાયો હતો. રોજે રોજ ઓકિસજનની માંગમાં ઘટાડો થતાં હોવાથી હવેખુદ ભગવાન તંત્રની મદદે આવ્યા હોવાનું માનવામાં આવે છે.બેજવાબદાર તંત્ર અને નબળી નેતાગીરીને કારણે વડોદરા શહેર જિલ્લાને જરુરી ઓક્સિજનનો જથ્થો મળતો નહતો એવામાં વાવાઝોડાએ તંત્રની મુશ્કેલી વધારી દીધી હતી. ભગવાન ખુદ મદદે હોય એમ આપોઆપ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં દેખીતી રીતે ઘટાડો થયો છે. ત્રણ દિવસ પહેલા રોજ ૧૫૪ ટનની જુરર હતી. જાે મંગળવારે ૧૫૦ ટન થઈ અને બુધવારે એ ઘટ ૧૪૫ ટન થઈ હતી. આજ રાત સુધીમાં ભાવનગર પ્લાન્ટ પુનઃ શરુ થઈ જતાં નિયમિત પુરવઠો આવવાની શકયતા ઉભી થઈ છે.