ઇસ્લામાબાદ-

હાલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાના નિવેદનના કારણે ટિ્‌વટર પર જાેરદાર ટ્રોલ થઈ રહ્યા છે. માત્ર પોતાના જ દેશમાં નહિ પરંતુ દિલ્લીથી લઈને યુરોપ સુધી જબરદસ્ત રીતે ટીકા સહન કરી રહેલા ઈમરાન ખાનને તેમની પહેલી અને પૂર્વ પત્ની જેમિમા ગોસ્ડસ્મિથે ટિ્‌વટર પર ઝાટકી દીધા. વાસ્તવમાં, ઈમરાન ખાને હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુમાં રેપ સાથે જાેડાયેલા એક સવાલ પર કહ્યુ હતુ કે આ ઘટનાઓ એટલા માટે વધી રહી છે કારણકે સમાજમાં અશ્લીલતા ચરમ પર છે, મહિલાઓએ ખુદને પડદામાં રાખવી જાેઈએ અને કોઈ પણ પ્રકારના પ્રલોભનથી બચવુ જાેઈએ.

વાસ્તવમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે હાલમાં રેપ અને યૌન હિંસાના કેસ ઘણા વધી ગયા છે, એવામાં આ ગુનાઓ પર લગામ કેવી રીતે લગાવી શકાય છે. જેના પર ઈમરાન ખાન કે જેમની ખુદની છબી જ રંગીન મિજાજની છે તેમણે કહ્યુ કે અમુક ગુના એવા હોય છે જેનાથી સરકાર એકલી ના લડી શકે, તેના માટે સમાજના સહયોગની જરૂર હોય છે. આજકાલ આપણા સમાજમાં અશ્લીલતા વધી ગઈ છે. દિલ્લી તો રેપ કેપિટલ બની ગયુ છે. વળી, યુરોપમાં અશ્લીલતાના કારણે ફેમિલીનો ઢાંચો બગડી ગયો છે માટે મારુ તો માનવુ છે કે આપણે પડદા પ્રથાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવુ જાેઈએ, હું સ્પષ્ટ રીતે કહુ છુ કે પાકિસ્તાનના લોકોએ અશ્લીલતાથી બચવુ જાેઈએ.

પોતાના આ નિવેદનના કારણે ઈમરાન ખાન જાેરદાર ટ્રોલ થઈ રહ્યા છે, તેમના પર હવે જબરદસ્ત વાર કર્યો છે તેમની પહેલી પત્ની જેમિમાએ જેમણે કુરાનની એક આયતનો હવાલો આપીને કહ્યુ કે, 'પડદો કરવાની જવાબદારી પુરુષોની છે નહિ કે મહિલાઓની.' તેમણે ટિ્‌વટ કર્યુ કે, 'પોતાના ઈમાનવાળાને કહો કે તે પોતાની આંખોને સંયમમાં અને પ્રાઈવેટ પાર્ટને પડદામાં રાખે.' પોતાના બીજા ટિ્‌વટમાં જેમિમાએ લખ્યુ કે, જાે કે હું જે ઈમરાનને જાણતી હતી, તે મહિલાઓના તન પર પડદાની વાત નહોતા કરતા પરંતુ તે પુરુષોની આંખો પર પડદાની વાત કરતા હતા.'

જાે કે આ વિવાદ અહીં જ ન અટક્યો. જેમિમાના ટિ્‌વટ પર ઈમરાન ખાન તરફથી તો કોઈ નિવેદન સામે ન આવ્યુ પરંતુ તેમની બીજી પૂર્વ પત્ની રેહમ ખાને જરુર જેમિમા પર કટાક્ષ કરી દીધો. તેમને કહ્યુ કે, 'કુરાનની વાતો એ છોકરી કરી રહી છે, જે ખુદ જ્યાં સુધી અહીં હતી, માથાથી પગ સુધી પડદામાં રહેતી હતી.' આ સાથે રેહમે ઈમરાને પણ સલાહ આપી કે તે કહેવાથી વધુ કરવા પર વિશ્વાસ રાખે, તે જેટલુ ઓછુ બોલશે, એટલુ જ સારુ રહેશે. ઉલ્લેખનીય છે કે ૬૮ વર્ષના ઈમરાન ખાને પોતાના પહેલા લગ્ન ૧૯૯૫માં ૨૧ વર્ષની બ્રિટિશ કરોડપતિ જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા હતા પરંતુ ૨૦૦૪માં આ કપલે ડિવોર્સ લઈ લીધા. જેમિમા ગોલ્ડસ્મિથ વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યુસર છે. તેમના આ લગ્ન ૧૯૯૫થી ૨૦૦૪ સુધી ચાલ્યા.