અમદાવાદ-

અમદાવાદમાં થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સામાન્ય વરસાદમાં અમદાવાદમાં ખાડા રાજ શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં વરસાદ બાદ અનેક જગ્યાઓ પર ભૂવા પડ્યા છે. આ ભુવા પડતાં જ કોર્પોરેશાન એ સાવધાનીના બોર્ડ લગાવી દીધા છે પરંતુ ત્યાં કામ કરવામાં આવ્યું નથી. સાવધાનીના બોર્ડ લગાવાથી આ ભૂવા પુરાઈ જવાના હોય તેવું કોર્પોરેશન અધિકારીઓને લાગી રહ્યું છે.

અમદાવાદના જોધપુર પાસે થોડા સમય પહેલા પુષ્ય સોસાયટી સામે ભૂવો પડ્યો હતો. જેની રહિશોએ સાથનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી. અને કોર્પોરેટર એ સાંજ સુધીમાં આ કામ પૂરું કરી આપવાના વચનો આપ્યા હતા. કામ કર્યું પરંતુ પુરાણ યોગ્ય રીતે નહીં કરતા પાછું એ જગ્યા પર ગાબડું પડી ગયું. યોગ્ય રીતે ભૂવાનું પુરાણ નહીં કરતાં ફરી એ જગ્યા પર ભૂવા પડે છે અને જનતા હેરાન થાય છે.

આજ રીતે ખોખરામાં જાહેર જગ્યા પર ભૂવો પાડવાની સમસ્યા ઊભી થઈ છે. ખોખરા પોલીસ સ્ટેશન પાસે જ એક ભૂવો પડ્યો છે. આ જગ્યા પર કોર્પોરેશન દ્વારા સાવધાનીના બોર્ડ લગાવી દીધા છે પરંતુ ત્યાં તેમણે પુરાણ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ભૂવા માટે સામાન્ય જનતા કોર્પોરેટરને રજૂઆત કરે તે બાદ જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવું લાગે છે. પ્રિ મોંનસૂન ની કામગીરી અંગે સ્ટેડિંગ કમિટી ચેરમેન એ જણાવ્યુ હતું કે અમે 40 હજાર થી ઉપરની કેચપીટ સાફ કરી છે પરંતુ 2 દિવસ પહેલા પડેલા 2 ઇચ વરસાદમાં તો રસ્તાઓ પર ગટરમાં થી પાણી પાછા આવા લાગ્યા હતા. એટ્લે કહી શકાય કે ખાલી પ્રિ મોન્સૂનની કામગીરી કાગળો પર જ થઈ રહી છે. આ ઉપરાંત જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર અત્યારે ખોદકામ ચાલી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા હમેશા વરસાદની શરૂઆત થાય ત્યારે જ તેઓ શહેરમાં ખોદકામ કરાવે છે સમય રહેતા તેમનું કામ પૂરું થતું નથી. આ મામલે સ્થાનિક કોર્પોરેટર પણ મૌન સેવિને બેસી રહે છે અને સામાન્ય જનતા હેરાન થાય તેનો તમાશો જોવે છે.