અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંકમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે હોવાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે, આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેઓએ કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે ગ્રાહકે આ વિશે ફુડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી છે. અમદાવાદની સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં ભાર્ગવ જાેષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતા તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જાેશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું જ્યાં બેઠો હતો ત્યારે મંગાવેલા કોલ્ડ્રીંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતા જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. મરેલી ગરોળી દેખાતા જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો કાઉન્ટર પર મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી હું ડરી ગયો હતો. બીજીતરફ મેનેજરને પણ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અવાર નવાર બનતી ઘટનાઓ છતાં ખાસ કોઈ પગલાં ના લેવાતાં લોકો ભોગ બનતા રહે છે. પરંતુ આ અંગે હું છેક સુધી ફરિયાદ કરવાના મૂડમાં છું.