વડોદરા : કારેલીબાગમાં વધુ એક વાર લવજેહાદથી ઘટનાથી સ્થાનિકમાં રોષ ફેલાયો છે. હાથીખાના બજારમાં કામ કરતા મુસ્લીમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ૧૬ વર્ષની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યા બાદ કિશોરી પર સતત આઠ દિવસ સુધી બળાત્કાર ગુજારી તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું ૫ોલીસે ઝડપી પાડયો છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક સંવેદનશીલ વિસ્તારમાં ચાર પુત્રીઓ સહિતના પરિવાર સાથે રહેતા દંપતીની સૈાથી મોટી પુત્રી રીના (નામ બદલ્યુ છે) તેના વિસ્તારની એક શાળામાં ધો.૬ સુધીનો અભ્યાસ કર્યા બાદ હાલમાં માતાને ઘરકામમાં મદદ કરે છે. દરમિયાન હાથીખાના બજારમાં કામ કરતા ૨૬ વર્ષીય મૈયુદીન મહેમુદખાન પઠાણ (ઈન્દિારનગર,કાસમઆલા કબ્રસ્તાન પાસે)એ રેખા સાથે સંપર્ક કર્યો હતો. તેણે રેખા અને તેના માતા-પિતાને તેનું નામ મયુર હોવાની જણાવી ઘરોબો કેળવ્યો હતો અને રેખાની ઘરે અવરજવર શરૂ કરી હતી. આ દરમિયાન તેણે માસુમ રેખાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે એકાંતમાં શારીરીક છેડછાડ પણ કરતો હતો. એક માસ અગાઉ તે રેખાના ગુપ્તાંગો પર હાથ ફેરવતો હતો તે સમયે રેખાની માતા તેને જાેઈ જતા તેણે મયુદ્દીન ઉર્ફ મયુરને ઠપકો આપી ઘરે આવતો બંધ કરાવ્યો હતો. જાેકે સમાજમાં આબરુ જવાની બીકે રેખાના માતા-પિતાએ જે તે સમયે કોઈ ફરિયાદ નોંધાવી નહોંતી.જાેકે ઘરે આવવાનું બંધ થતાં મયુરે રેખાને કોઈ પણ બહારે બહાર બોલાવી તેને મળીને તેની સાથે પ્રેમસંબંધ યથાવત રાખ્યા હતા. ગત ૨જી તારીખના રાત્રે રેખા તેની બહેનો અને માતા સાથે સુઈ ગયા બાદ વહેલીસવારે ચાર વાગે તે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ હતી. રેખા ભેદી સંજાેગોમાં ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતું તેનો કોઈ પત્તો લાગ્યો નહોંતો. દરમિયાન મૈયુદીનને રેખાની છેડતી કરતા પકડાયો હોઈ રેખાની માતાએ તુરંત મૈયુદ્દીનના ઘરે તપાસ કરી હતી જેમાં તે પણ ઘરેથી ગુમ હોવાની જાણ થતાં મૈયુદ્દીન જ રેખાનું અપહરણ કરી ગયો હોવાની પરિવારજનને ખાત્રી થઈ હતી. જાેકે આ બંનેનો કોઈ પત્તો નહી લાગતા આખરે રેખાની માતાએ આ બનાવની કારેલીબાગ પોલીસ મથકમાં પોતાની પુત્રીનું મુસ્લીમ યુવક દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૈયુદ્દીન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૈયુદ્દીન આજે રેખાને છોડવા માટે તેના વિસ્તારમાં આવ્યો હોવાની કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાને માહિતી મળતા જ તેમણે તુરંત ટીમ સાથે વોચ ગોઠવી હતી અને મૈયુદ્દીન અને રેખાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે મૈયુદ્દીન અને રેખાની પુછપરછ કરી હતી જેમાં મૈયુદ્દીને આઠ દિવસમાં તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું કબુલાત કરતા પોલીસે તેની વિરુધ્ધ બળાત્કારનો પણ ગુનો નોંધ્યો હતો અને રેખાના તબીબી ચકાસણી માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મહિલા અધિકારીની પુછપરછમાં

સૃષ્ટિ વિરુધ્ધ કૃત્યની કબુલાત

રેખાને પોલીસ મથકે લાવ્યા બાદ મહિલા સુરશ્રા સમિતિના ચેરમેન શોભનાબેન રાવલે રેખાને વિશ્વાસમાં લઈ તેની પુછપરછ કરી હતી જેમાં મૈયુદ્દીન ઉર્ફ મયુરે તેની પર બળાત્કાર ઉપરાંત સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ આચર્યુ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગેની પોલીસને જાણ કરાતા પોલીસે મૈયુદ્દીન વિરુધ્ધ સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યના ગુનાનો ઉમેરો કર્યો છે.