આણંદ : ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે ચારૂસેટ હોસ્પિટલ, ચાંગા ખાતે લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસનું ઇ-લોકાર્પણ અને નામકરણ સમારંભ યોજાયો હતો. NABH પ્રમાણિત મલ્ટિસ્પેશિયાલિટી ટીચિંગ ચારુસેટ હોસ્પિટલમાં આણંદ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીના વરદ હસ્તે પરંપરાગત રીતે ું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચારુસેટ હોસ્પિટલમાં દાતા પી.ડી. પટેલ પરિવાર તરફથી રૂપિયા આઠ કરોડનું દાન પ્રાપ્ત થયું છે, જ્યારે NAAC એક્રેડિટેડ A ગ્રેડ ચારુસેટ યુનિવર્સિટીને રૂપિયા સાત કરોડનું દાન પ્રાપ્ત થયું છે. પી.ડી. પટેલ, તેમનાં સુપુત્ર મનુભાઈ-રોહિતભાઈ, પરિવારજનોએ રૂપિયા ૧૫ કરોડનું માતબર દાન આપ્યું છે. ઇ-લોકાર્પણ અને નામકરણ સમાંરભમાં દુબઈમાં દાતા લલિતાબેન પી.ડી. પટેલ પરિવારના સભ્યોએ ખાસ ઇ-ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

આ પ્રસંગે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા - કેળવણી મંડળના - CHRFના સેક્રેટરી ડૉ.એમ.સી પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ અને અશોકભાઈ પટેલ, જાેઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલ, ઉપપ્રમુખ વી.એમ. પટેલ, ખજાનચી આર.વી. પટેલ, ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, એડવાઈઝર ડૉ. બી.જી. પટેલ, CHRFના જાેઈન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જાેશી, પદાધિકારીઓ, કારોબારી સભ્યો, ચારુસેટની વિવિધ કોલેજાેના પ્રિન્સિપાલ, હોસ્પિટલના તબીબો, સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉદઘાટન પ્રસંગે ભગવતચરણ સ્વામીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ચરોતર પ્રદેશ ધાર્મિક-સામાજિક-વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે. દેશવિદેશમાં સ્થાયી થયેલા પાટીદારોના માતબર દાનથી સ્થપાયેલા બે મેગા પ્રોજેક્ટ ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલને ભગવાન સ્વામીનારાયણ, વંદનીય પ્રમુખ સ્વામી અને વંદનીય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયેલાં છે. શાસ્ત્રીજી મહારાજની જનમ ભોમકા મહેળાવ ગામ પાસે આવેલાં ચાંગા સ્થિત ચારુસેટમાં સુરેન્દ્ર એમ.પટેલ, ડો.એમ.સી. પટેલ, નગીનભાઇ પટેલ અને સમગ્ર નિષ્ઠાવાન મેનેજમેન્ટ ટીમ નિસ્વાર્થ સેવા કરી રહ્યાં છે, જેનો આનંદ છે. આ સેવાભાવનાના કારણે સહિયારા શિક્ષણ અને સ્વાસ્થ્યયજ્ઞમાં દાનનો અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે. પી.ડી. પટેલ પરિવારે ચારુસેટને મસમોટું દાન આપ્યંુ છે. આજે લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસનું ઇ-લોકાર્પણ થઈ રહ્યું છે, જે આનંદની વાત છે.

આ પ્રસંગે MTIN ઓડિટોરીયમમાં આયોજિત સમારંભમાં પ્રાર્થના PDPIAS ના આસિસ્ટન્ટ પ્રોફેસર નિરૂબેન પટેલે કરી હતી. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત CIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર ફોરમ શેલત અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર રાજનંદિની પાટીદારે કર્યું હતું. સ્વાગત પ્રવચન અને દાતા પી.ડી. પટેલ પરિવાર અને મહેમાનોનો પરિચય ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.દેવાંગ જાેશીએ આપ્યો હતો.

ડૉ.એમ.સી.પટેલે પ્રાસંગિક પ્રવચનમાં લલિતાબેન પી.ડી. પટેલ પરિવારનો ચારુસેટને મહામૂલા દાન બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રારંભથી જ આ પરિવારે દાનની ભાગીરથી ગંગા અસ્ખલિત રૂપે વહેવડાવી છે. તેમણે ઐતિહાસિક કદમ તરીકે તેમનાં માતુશ્રી લલીતાબાના સ્મરણાર્થે અર્પેલા માતબર દાનથી લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસનું અનાવરણ થયું છે. પી.ડી. પટેલ BAPSના અખંડ સત્સંગી અને તેમનાં વિદ્યાપ્રેમના કારણે દાનના પ્રવાહથી ચારુસેટ કેમ્પસ સતત ધબકતું રહ્યું છે. કેમ્પસ સાથે નાતો સતત રાખવા તેમણે પરિવારની યુવાપેઢીને જાેડી છે. લોહપુરુષ સરદારની ચરોતર ભૂમિમાં સ્થપાયેલી ચારુસેટ સંસ્થાએ પહેલાં દિવસથી ઊંચા ઉડાન સેવ્યા છે ત્યારે સ્ટેનફોર્ડ-હાર્વર્ડ-ઓક્સફોર્ડ અને નાલંદા-તક્ષશિલા જેવી વિશ્વસ્તરીય યુનિવર્સિટી બનવાનું અને ભવિષ્યમાં ચારુસેટમાંથી નોબેલ લોરીએટ બહાર પડે તેવું સપનું સાકાર થશે તેવી આશા છે. ચારુસેટને વિશ્વકક્ષાએ પ્રથમ ૧૦૦ યુનિવર્સિટીની હરોળમાં લઈ જવાનો પાંચ વર્ષનો પ્લાન છે. દુબઈથી BAPSના સંત પરમ પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ પી.ડી. પટેલ પરિવારે વેબકાસ્ટિંગના માધ્યમથી આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આજના સમાજજીવનમાં હકારાત્મકતા મહત્વની બાબત છે. પી.ડી. પટેલ પરિવાર પર ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના આશીર્વાદ છે. દુબઈ આવવાનું થાય એટલે પી.ડી. પટેલ પરિવારને સત્સંગનો લાભ મળતો હતો. તેઓએ તેમનું નિવાસસ્થાન સંતો-સ્વયંસેવકો માટે સંપૂર્ણ સેવાર્પણ કર્યું છે. આજે પી.ડી. પટેલ પરિવારના માતબર દાનથી લલિતાબેન પી.ડી. પટેલ ઓપીડી સર્વિસિસનું ઇ-લોકાર્પણ અને નામકરણ સમારંભ યોજાયો તે તેમનાં પ્રેરણાંદાયી વ્યક્તિત્વનો એક ભાગ છે. આ પ્રસંગે ડો.પંકજ જાેશીએ જણાવ્યું હતું કે, આદરણીય પી.ડી. પટેલ પરિવારે સરળતા, સાદગી, નિખાલસતાના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ચારુસેટને દાન આપ્યાં પછી પણ તેઓ સંસ્થા સાથે જાેડાયેલાં રહ્યાં છે, તે તેમની ઉમદા ભાવના છે.