લાહૌલ સ્પીતિ-

કિન્નૌર બાદ લાહૌલ સ્પીતિમાં પહાડ પરથી ભારે ભૂસ્ખલન થયું છે. પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળનો મોટો જથ્થો નદીમાં પડ્યો હતો, જેનાથી ચંદ્રભાગા નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ત્યાં આસપાસના 11 ગામને પણ આનાથી ભય ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, સવારે 9 વાગ્યાની આસપાસ સમગ્ર પટન ખીણમાં ડુંગર તૂટવાનો અવાજ સંભળાયો હતો. ડુંગર પરથી કાટમાળ સતત પડી રહ્યો છે અને કાટમાળથી નદીનો પ્રવાહ અટકી ગયો છે. નદીનો પ્રવાહ અટકી જવાના કારણે જાહલમાથી કિલાડ ખીણ સુધીના રસ્તા પર રહેતા લોકોને ખતરો છે. નદીના બંધ થવાના કારણે જુડાથી જોબરંગ સુધી નદીના કિનારે આવેલી જમીન પાણીમાં ડૂબવા લાગી છે. સાથે જ જસરથ ગામના લોકો વધુ સંકટમાં છે. લાહૌલ સ્પીતિમાં પહાડ પરથી ભારે ભૂસ્ખલન થયું છે. મળતી માહિતી મુજબ, સવારે 9 વાગ્યાની આસપાસ સમગ્ર પટન ખીણમાં ડુંગર તૂટવાનો અવાજ સંભળાયો હતો. ડુંગર પરથી કાટમાળ સતત પડી રહ્યો છે. ઝુંડાથી જોબરાંગ સુધી નદીના કિનારે આવેલી જમીન પાણીમાં ડૂબવા લાગી છે. સાથે જ જસરથ ગામના લોકો વધુ સંકટમાં છે. ગ્રામજનોને નદી કિનારેથી દૂર ઉંચાઇવાળા સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે.