દિલ્હી-

હવે માત્ર 30 સેકન્ડમાં જાણી શકાશે તમે કોરોના સંક્રમિત છો કે નહીં. દર્દીનો અવાજ અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા કોરોનાનું નિરીક્ષણ સંભવ બનશે. ભલે ગળે ઉતરે એવું નથી પરંતુ આ વિશે દિલ્હીમાં પરીક્ષણો ચાલી રહ્યા છે. ઈઝરાયલના વૈજ્ઞાનિકોની એક ટીમ L.N.J.P. હોસ્પિટલમાં તેનુ ટ્રાયલ કરી રહી છે અને લોકોને તેમાં ભાગ લેવા માટો અપીલ પણ કરી રહી છે. દિલ્હીમાં આ ટ્રયલ L.N.J.P. હોસ્પિટલ સિવાય રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પણ ચાલી રહી છે. કહેવાય રહ્યુ છે કે આશરે 10 હજાર એવા લોકો પર આ નવી પધ્ધતિથી પરીક્ષણ કરાશે. જો પરીક્ષણો સફળ રહ્યા તો 30 સેકન્ડમાં વ્યક્તિમાં કોરોનાની જાણકરી મળી શકશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રયલમાં 4 પ્રકારની ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી અગત્યનો અવાજનો ટેસ્ટ અને શ્વાસનો ટેસ્ટ છે. આ સિવાટ અન્ય બે ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોના વાઈરસના સંક્રમણની જાણકારી મેળવવા માટે અપનાવવામાં આવેલી આ નવી પધ્ધતિના ટ્રાયલમાં 10 હજાર લોકોનું બે વાર પરિક્ષણ કરાશે. જો આ ટ્રાયલ સફળ રહી તો લોકોને ધંધા-વ્યવસાય માટેનો સુરક્ષિત રસ્તો બની રહેશે. જ્યાં સુધી વેક્સિન ઉપલબ્ધ નહી થાય ત્યાં સુધીમાં આ ટેક્નોલોજીનુ પરીક્ષણ સફળ રહ્યુ તો લોકો કોરોના સામે લડવામાં સક્ષમ બની શકશે. આશા છે કે આ ટ્રયલના પરિણામ થોડા દિવસોમાં જ આવી જશે.