અમદાવાદ-

ભરૂચમાં સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના દરવાજો ખોલવામાં આવ્યાં હતા. જેને લઇને ભરૂચ નદીમાં પાણી છોડવામાં આવતાં ભરૂચમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇને જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને લઇને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સંદર્ભે પત્ર લખી ડેમના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યાં હતા અને વિજય રૂપાણીને પત્ર લખી નારાજગી વ્યકત કરી હતી. 


કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, આઉટફ્લોને યોગ્ય મેનેજમેન્ટથી ટાળી શકાયો હોત. મિસમેનેજમેન્ટના કારણે નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે જાન-માલની સાથે પાણીનો પણ ખોટો વ્યય થયો છે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને મુશ્કેલી પડી હતી. ભરૂચના નદી કાંઠાના ખેતરો જળમગ્ન બન્યા હતા. જેને લઇ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.