વડોદરા : બદામડી બાગ ખાતે આવેલા સિટી કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતેના વોર રૂમ ખાતે ઓક્સિજન ના ઉપલબ્ધ જથ્થા અને વપરાશના લાઈવ મોનીટરીંગ માટેનું ડેશ બોર્ડ કાયાર્ન્વિત કરવામાં આવ્યું છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે તેની મદદ થી વડોદરાની તમામ હોસ્પિટલોમાં ઓકસીજન ની ઉપલબ્ધિ નું ઓનલાઈન મોનીટરીંગ કરી શકાશે.

ડો.વિનોદ રાવે જણાવ્યુ હતુ કે,વડોદરામાં હાલ ૧૧૨ ટન ઓક્સિજનનો ઉપયોગ આઈસીયુ ઓક્સિજન વીથ વેન્ટિલેટર વાળા બેડ માટે અને ૨૮ ટન ઓક્સિજન આઈસીયુ ઓક્સિજન વાળ બેડ માટે મળીને કુલ ૧૪૦ ટન ઉપયોગ થાય છે. જેમાં કોઈ ધટાડો નથી.જે ધટાડો થયો છે તે ઓક્સિજન બેડમાં થયો છે. અને તેમાં પાંચ લિટર પ્રતિ મિનીટ ઓક્સિજન ઉપલબ્ધીની જરૂર હોંય છે.આમ ઓક્સિજનનો વિષય આગામી એક દોઢ મહિના સુધી સંવેદનશીલ રહેવાનો છે.

જેથી એક હોસ્પિટલમાં કઈ કેટેગરીમાં બેડ કેટલા છે અને તે માટે ઓક્સિજનનો કેટલો ઉપયોગ થાય છે.તેમજ હોસ્પિટલ પાસે ઓક્સિજનનો કેટલો સ્ટોક છે.તે ટેલી થાય અને તેવીજ રીતે સપ્લાય સમયસર આવે તે ડેશબોર્ડ પરથી ટેલી થશે .તેમણે જણાવ્યું કે પૂરતા ઓકસીજન ની ઉપલબ્ધિ જેટલી જ અગત્યતા તેના સક્ષમ વિતરણ ની છે.આ સુવિધા થી તે સુનિશ્ચિત કરી શકાશે. આ પ્રસંગે મેયર ાંસદ,મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, વડોદરામાં ઓક્સિજનની જરૂરીયાત સામે ૬ થી ૧૦ ટન જેટલો ઓક્સિજન રોજ ઓછો મળી રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા લીકેજીસ તેમજ જરૂરીયાત પૂરતોજ ઓક્સિજન દર્દીઓને આપવામાં આવે અને વેસ્ટ ના થાય તેની વ્યવસ્થા કરી છે.