વડોદરા-

વડેદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણી ની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી. સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા.ખાસ વાત એ છે કે તેઓ સાત મહિના ની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટી ની શરૂઆત થી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી. તેવી જ રીતે, અંકોડિયા ના એ.એન.એમ.લક્ષ્મી બહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓ ની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી. કલેકટરે એ આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓ ને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવી ને બિરદાવી હતી.