વલસાડ, વલસાડ જિલ્લાની અનેક સરકારી કચેરીઓથી સજ્જ થયેલ જૂની બહુમાળી બિલ્ડીંગ નું આજ થી આશરે ૪૮ વર્ષ પહેલાં લોકાર્પણ કર્યું હતું. છ માળની આ બિલ્ડીંગમાં મહત્વ ના સરકારી વિભાગોની કચેરીઓ કાર્યરત થઈ હતી ત્યાર થી લઈ આજ સુધી આ બિલ્ડીંગ અરજદારો અને મુલાકાતીઓ ની કેન્દ્ર બની હતી.

 સમયસર યોગ્ય માવજત ના અભાવે બિલ્ડીંગ ની હાલત અતિ જર્જરિત થઈ જતા બિલ્ડીંગ માં રહેલ સરકારી વિભાગ માં ફરજ બજાવતા અધિકારીઓ અને કામ અર્થે આવતા અરજદારો માટે જીવલેણ જાેખમ ઉભો થયો હતો. બિલ્ડીંગ ની ઉંમર અને તંત્ર ની બેદરકારી ને કારણે ભોંય તળિયે થી લઇ છેલ્લા માળ સુધી ના તમામ માળો પર બિલ્ડીંગ ની દીવાલો , છત ની હાલત જર્જરિત બની હતી. દીવાલો ના પોપડા ગમે ત્યારે પડી જતા હતા. બિલ્ડીંગ માં વપરવા માં આવેલ સ્ટીલ ના સડીયા પણ જર્જર થઈ દેખાતા થયા હતા વરસાદ ની સિઝન માં બિલ્ડીંગમાં ઉપરના માળ પર છત થી પાણી ટપકતા કચેરીઓ માં ફરજ બજાવતા અધિકારીઓ અને અરજદારો વેઠવા મજબૂર થયા હતા.અખબારી અહેવાલ બાદ ગંભીર બનેલ તંત્રે ૧૦/ ૨/૨૦૨૧ ના રોજ કચેરી નું સ્થળ તપાસ કરાવ્યુ હતું જેની તપાસ માં બિલ્ડીંગ ને ગ્રાઉન્ડ ફ્લોર થી લઈ છ માળનું નિરિક્ષણ કરતા બિલ્ડીંગની મરમમત કરવી શક્ય ન જણાતા સુરત માર્ગમકાન અધિક્ષક ઇજનેરે વલસાડ કાર્યપાલક ઈજનેર સાથે ચર્ચા કરી આ બિલ્ડીંગ માં રહેલ મજુર અદાલત કોર્ટ -૨, વલસાડ સેલટેક્ષ ઓફિસ, વલસાડ મામલતદાર કૃષિ, વલસાડ ધનિષ્ઠ પશુ સુધારણાની ઓફિસ, વલસાડ લોકલ ફંડ ઓફિસ , વલસાડ મજુર અદાલત કોર્ટ –૧, વલસાડ સ્પેશીયલ ઓડીટર ઓડીટ ઓફિસ,વલસાડ જિલ્લા રોજગાર વિનીમયની કચેરી, વલસાડ નાયબ સામાજીક વનીકરણની ઓફિસ, વલસાડ જીલ્લા યુવક આયોજક નહેરુ યુવા કેન્દ્ર, વલસાડ ૧ મત્સય ઉધોગની ઓફિસ , વલસાડ-ઓધોગિક ઓફિસ, જિલ્લા શિક્ષણ વિભાગ ઓફિસ, ગુજરાત જમીન વિહોણા મુજરો અને હળપીત ગૃહ નિર્માણ બોર્ડ, વલસાડ ગુજરાત જમીન વિહોણા મુજરો અને હળપીત ગૃહ નિર્માણ બોર્ડ, વલસાડ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, વલસાડ રકત પિત અધિકારીની ઓફિસ, વલસાડ નશાબંધી તથા આબકારી ખાતુ, વલસાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસ, વલસાડ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીનું સ્થળાંતર થશે.