વડોદરા તા.૧૫

શહેર નજીકનાં સોખડા ખાતે ગાદી અંગેનો વિવાદ વકરતો જાય છે. સોમવારે મધ્ય રાત્રીનાં સમયે પ્રબોધસ્વામી સાથે મંદીરમાં ઝપાઝપી થઈ હોવાનું જણાવી મોટી સંખ્યામાં હરીભક્તો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા ્‌્‌્‌એકઠા થયા હતા અને સરલસ્વામીનાં રાજીનામાંની માંગ કરી આમરલા ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોચેલા હરીભક્તોમાં મહિલાઓની સંખયા પણ નોંધપાત્ર હતી. કલેક્ટર કચેરીના પ્રાગંણમાં એકઠા થયેલા હરીભક્તોએ સોખડા મંદીરના કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીનાં રાજીનામાંની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બપોર બાદ ૪ વાગે સોખડા હરીધામનાં ગેટ બહાર ધરણાં યોજ્વાનો કાર્યક્રમ રાખ્યો હતો જાેકે પોલીસ પરવાનગી નહી મળતાં તે મુલત્વી રખાયો હતો કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છેકે અમે હરીપ્રસાદ સ્વામીનાં શિષ્યો છીએ હરીધામ સોખડા ખાતે નવા કોઠારી તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીની વરણી થઈ હતી. તેમની નિમણુંક માત્ર કોઠારી તરીકેની હતી અનુગામી તરીકે નહી પરંતુ જુદા જુદા અર્થધટન કરી પ્રેમ સ્વરૂપ સ્વામી જ અનુગામી છે અને પ્રેસીડન્ટશીપ નાં પાવરનો ઉપયોગ કરી પ્રસ્થાપીત કરવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે.

હરીધામનાં અન્ય સંતકે પ્રવક્તા તરીકે સેવા આપે છે એ ત્યાગ વલ્લભ સ્વામી એ પણ પ્રેમ સ્વરૂપ સ્વામીને આધ્યાત્મીક અનુગામી તરીકે જાહેર કરવાનું શરૂ કર્યું હતું અને સોશીયલ મીડીયા અને અન્ય માધ્યામોથી સમાજમાં પ્રચાર શરૂ કર્યો હતો.

હરીધામમાં ત્યાગ વલ્લભ સ્વામી અને એમના જુથ દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીને અનુગામી તરીકે સ્વીકાર કરવા સંતો અને સેવકોને દબાણ કરવામાં આવે છે. તેમની આડકતરી રીતે હેરાનગતી કરવામાં આવે છે મંદીર પરીસર માંથી બહાર જવા નહી દેવું, મંદીરની બહાર જતી ગાડીઓનો સામાન ચેક કરવો, મોબાઈલ ફોન બંધ કરાવી દેવા, પાસપોર્ટ જપ્ત કરી લેવા,હરી ભક્તોને મળવા પર દેખરેખ રાખવી, સત્સંગની સમિતિઓમાં મનસ્વી ફેરફાર કરવા, હરીભક્તોએ દાનમાં સેવા આપીને ઊભી કરેલી મિલકતોમાં સત્તાનાં જાેરે દાતાઓના અભિપ્રાય લીધા સીવાય પોતાના કરફેણવાળી વ્યકિતીઓની નિમણુંક કરવી.સત્સંગના વિકાસ માટે બોમ્બે થી લઈને જૂનાગઠ સુધી ગુરૂ હરિ સ્વામીએ દરેક જિલ્લાદીઠ બે સંત્તોની નિમણુંક કરી હતી તેઓથી ફેરબદલી સત્તાનાં જાેરે કરી હતી.

પ્રેમ સ્વરૂપ સ્વામીએ ઈટોબીકો કેનેડામાં પોતાના જુથના યુવાનોને ઉશ્કેરણી કરતાં વિડીયો કોલના માધ્યમથી કહ્યું હતું કે આપણામાંથી કોઈ ખરવો ના જાેઈએ સામેવાળાના ચાર પાંચ લૂંટી લાવવાના સંતોને ના શોભે એવી વાત પ્રેમ સ્વરૂપ સ્વામીએ કરી હતી. વિવાદમાં આવેલા સરલ સ્વામી અગાઉ પણ સત્સંગના યુવકો સાથે મંદીરના ગેટ પાસે દુવ્યવહાર કર્યો હતો. યુવકોને અપમાનીત કર્યા એમને ફરી એકવાર અશોભનીય ક્રૃત્ય કર્યું છે. ૧૪-૩ની રાત્રે સાડાબાર વાગે પ્રબોધ સ્વામીને સામેથી બોલાવી સીસીટીવી કેમેરાની નજરમાં ના આવે એવી રીતે અંધારામાં લઈ જઈ અપશબ્દો બોલ્યા હતા અને ગળુ પકડી મારવાનો પ્રયત્ન કર્યો છે.

આવા બનાવોને લઈ સમગ્ર સત્સંગ સમાજના ભકતોની લાગણી દુભાઈ છે. આત્મીય સમાજના ભકતોમાં ભંગાણ પડાવનાર સંસ્થાના પ્રેસીડેન્ટ તરીકે લાયક પુરવાર થઈ શકયા નથી ત્યારે માફીની સાથે સાથે રાજીનામુ નહીં આપે તો હરીભકતો મંદીરે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરીશું એમ ભગતજી પ્રદેશ દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યું છે.

એસ.ડી.એમ.-ડીવાય એસ.પી. સોખડા પહોંચ્યા ઃ સમાધાનની ફોમ્ર્યુલા નકકી થશે

હરીધામમાં બે જુથ વચ્ચેના વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડતા કલેકટરની સુચનાથી એસ.ડી.એમ અને જિલ્લા પોલીસ વડાની સુચનાથી ડી.વાય.એસ.પી સહીતના ઉચ્ચ અધિકારીઓ સાંજે સોખડા પહોચ્યા હતા અને વિવાદનો ઉકેલ લાવવા માટે બન્ને જુથના પાંચ પાંચ સભ્યો કાલે કલેકટરને મળી વિવાદનો ઉકેલ લાવવાના નકકી કયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

સોખડા વિવાદમાં શ્રી હરિ આશ્રમ દ્વારા બચાવ

વડોદરા ઃ સોખડા વિવાદ વચ્ચે શ્રી હરિ આશ્રમના સેક્રેટરી જે.એમ.દવે દ્વારા ખુલાસા આપતા જણાવવામાં આવ્યું હતું કે, હરિધામ મંદિરમાં તા. ૧૪ માર્ચે મધ્યરાત્રી પછીના સમયે પ્રબોધ સ્વામી સંતોના નિવાસ તરફ આવી રહ્યા હતા. ત્યારે સરલજીવન સ્વામીએ અમુક સંતો સેવાકાર્યો માટે આવતા નથી તેવી વાત કરી હતી. થાકને કારણે કે અન્ય કારણોસર પ્રબોધ સ્વામી ત્યાંથી ચાલતા થતાં તેમને વાત ધ્યાનમાં લીધી ન હોય તેવુ લાગતા સરલ સ્વામીએ “વાત સાંભળો છો” તેમ કહીને હાથ પકડયો હતો. તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો તેવું તેમને સ્પષ્ટ કર્યુ હતું. આ ગેર સમજ બાબતે વડીલો સામે ખેદ વ્યકત કરવામાં આવ્યો હતો. આ ધટના અંગે સી.સી.ટીવી ફૂટેજની તપાસ કરતા સરલ સ્વામી એ હાથ પકડ્યો હોવનું જણાય છે.આથી આ ગેરસમજને કારણે જ અપમાન થયું હોવાનું જણાવ્યું હતું.